શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલાં રાહતનાં મુખ્ય કાર્યો

(સને 1950થી 1988 સુધીનાં)

શક્ય હોય, ત્યારે આશ્રમ કોઈપણ પ્રકારનું રાહત તથા પુનર્વસવાટ કાર્ય હાથ ધરે છે.

 1. 1950માં અતિવૃષ્ટિને કારણે લોધીકા તાલુકાના 38 ગામડાંઓમાં પીડિતોને કેશ ડોલ્સ તથા નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું.
 2. 1956માં કચ્છ ધરતીકંપ વખતે અસરગ્રસ્તો માટે પુનર્વસવાટ કાર્ય.
 3. 1959-60 દરમિયાન સુરત, દ. ગૂજરાત તથા જૂનાગઢ જિલ્લામાં ચોકી વિસ્તારમાં અતિવૃષ્ટિને લીધે પૂર-રાહત તથા પુનર્વસવાટ કાર્ય.
 4. 1968માં સુરત જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે 23 ગામડાંઓમાં પુનર્વસવાટ કાર્ય. દરેક નવનિર્મિત ગામડાને સમાજ-મંદિર, પાણી પુરવઠા તથા વીજળીકરણની સુવિધાઓ સાથે પ્રીકાસ્ટ કોંક્રીટના 1400 પાકા મકાન બાંધીને પુનર્વસવાટની કામગીરી પૂરી કરવામાં આવી હતી.
 5. 1970માં કચ્છની ધાણેટી ગામે રાહત કેન્દ્ર દ્વારા 24 ગામડાંઓમાં હજારો પીડિતોને રાંધેલાં ધાનની વહેંચણી, નવાં કપડાંનું વિતરણ તથા બળદ, બિયારણ, ખાતર, પાણી પુરવઠા, ખેતીવાડી વિષયક સહાય પૂરી પાડવામાં આવી.
 6. 1970માં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં માળીયા-મિયાણા, ટીક્કર, ધૂમડ તથા નળકાંઠા પૂરગ્રસ્ત વિસ્તારમાં અનાજ, કપડાં, વાસણ-વિતરણનું રાહતકાર્ય, ઉપરાંત લીંબડી તાલુકાના સમલા ગામે નવી વસાહત ઊભી કરવામાં આવી.
 7. 1973માં ભાડલા, તા. જસદણ ગામે દુષ્કાળ રાહતકાર્ય. વિનામૂલ્યે રાંધેલા ધાનની વહેંચણી વગેરે તથા અતિવૃષ્ટિને કારણે પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં ધાબળા તેમજ ગરમ કપડાંનું વિતરણ કાર્ય. ઉપરાંત ડીસા તાલુકા (જિ. બનાસકાંઠા)ના ભોયણ ગામનું પુનર્વસવાટ કાર્ય. પાણી પુરવઠા, સમાજમંદિર, વીજળીકરણ સાથે 200 કુટુંબોને માટે આદર્શ ગામ ઊભું કરવામાં આવ્યું.
 8. 1975માં દુષ્કાળ રાહતરૂપે રાજકોટ શહેરનાં આશરે 3000 કુટુંબને ઘઉં વગેરેની રાહત ભાવે વિતરણ. કચ્છનાં 21 ગામોને આવરી લેતાં હજારોની સંખ્યામાં પીડિતોને એક ટંક ભોજન તથા દશ કૂવા ને ઊંડા, પહોળા કરીને મરામત કાર્ય પણ કરવામાં આવ્યું.
 9. ઑક્ટોબર 1975માં જૂનાગઢ અને જામનગર જિલ્લામાં સખત વાવાઝોડાને કારણે તારાજ થયેલ વિસ્તારોમાં 100થી પણ વધુ ગામડાંના પીડિતોની વચ્ચે ગરમ કપડાં, ધાબળા, નવા કપડાનું વિતરણ કાર્ય.
 10. જૂન 1976માં ગોંડલ તા. રાજકોટ જિલ્લા અને ભાવનગર જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહતરૂપે વાસણ, કપડાં, અનાજ, તાલપત્રી વગેરેનું વિતરણ.
 11. ઉપરાંત, 1976માં અતિવૃષ્ટિને કારણે વડોદરા શહેરના નીચાણના વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં 586 કુટુંબોને ઘઉં, ધાબળા, વાસણોની સહાય તથા વિનામૂલ્યે વિતરણ.
 12. 1979માં મચ્છુ ડેમની હોનારત વખતે તાત્કાલિક રાહતરૂપે તા. મોરબી-વાંકાનેરનાં ગામડાંઓમાં વાસણ, કપડાં, અનાજ તથા ઘરવખરી વગેરેનું વિતરણ અને આશરે 600 કુટુંબોને માટે પુનર્વસવાટ કાર્ય. ખર્ચ આશરે રૂ. 90 લાખ.
 13. 1981-82માં અમરેલી, ભાવનગર જિલ્લામાં વાવાઝોડા રાહતકાર્ય.
 14. 1983માં જૂનાગઢ જિલ્લામાં પૂર તથા અતિવૃષ્ટિ પછી વાસણ, કપડાં, અનાજ, ઘરવખરીનું તાત્કાલિક વિતરણ તેમ જ પ્રાથમિક શાળાનું સાધન સજ્જ છ ઓરડા સાથેનું મકાન; જૂનાગઢ જિલ્લાના આણંદપુર-મેવાસા અને સજ્જ પ્રાથમિક શાળા અને દવાખાનાના મકાન સાથે પાતાપુર ઇટાળાનું પુનર્વસવાટ કાર્ય. રૂ. 70 લાખ, અંદાજે ખર્ચ દરજી, સુથાર, લુહાર, મોચી, કુંભાર વગેરે વર્ગના અસરગ્રસ્તો વચ્ચે આર્થિક ઉપાર્જન માટે સાધન સામગ્રીની વિનામૂલ્યે વહેંચણી; અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારના 800થી વધુ કુટુંબોને ઉત્તમ ઓલાદની ગીર ગાયો તથા ઊંટની વિના મૂલ્યે વહેંચણી.
 15. ગુજરાતના ભીષણ દુષ્કાળના સમય દરમિયાન, આ આશ્રમે ફેબ્રુઆરી 1986થી સપ્ટેમ્બર 1988 સુધી પોતાનાં રાહતકાર્યો છ જિલ્લાઓમાં ચલાવ્યાં; રાજકોટ જિલ્લાના રાજકોટ, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, માળીયા-મિયાંણા, વાંકાનેર, ગોંડલ, ઉપલેટા, પડધરી, મોરબી અને લોધિકા તાલુકાઓમાં; સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચોટીલા, મૂળી અને લીંબડી તાલુકાઓમાં જામનગર જિલ્લાના જામનગર, ધ્રોળ, ભાણવડ, જામજોધપુર, જોડિયા અને ઓખા તાલુકાઓમાં; જૂનાગઢ જિલ્લાના રાણાવાવ તાલુકામાં; કચ્છ જિલ્લાના રાપર અને ભુજ તાલુકાઓમાં અને પંચમહાલ જિલ્લાના દાહોદ અને ઝાલોદ તાલુકાઓમાં આ રાહતકાર્યો થયાં. એમાં અનાજ તેમ જ દૂધ-બિસ્કિટ, બ્રેડ, બટેટા, ડુંગળી વગેરે જેવા અન્ય ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવામાં આવ્યું. વળી ચાદરો, સાડીઓ, ધાબળા વગેરે કપડાંઓ પણ અપાયાં. સાથોસાથ ટાઇલ્સ, તાલપત્રીઓ જેવી વસ્તુઓ પણ આપવામાં આવી. પીડિત લોકોને પીવાનું પાણી પણ પૂરું પડાયું. પશુઓ માટે સૂકું અને લીલું ઘાસ તેમ અન્ય પશુ આહારનું વિતરણ પણ કરવામાં આવ્યું. પીડિત પશુઓ માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી. આ કાર્ય અઢી વરસ સુધી લગભગ ચાલુ જ રહ્યું. આ સમયમાં કોઈપણ જાતની સરકારી સહાય કે સબસીડી વગર આશ્રમે આ કાર્ય માટે રૂ. 84,82,136/- ખર્ચ કર્યો હતો.
Total Views: 608

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.