भिद्यते हृदयग्रन्थिरिछद्यन्ते सर्वसंशयाः ।
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन्दृष्टे परावरे ।।

हिरण्मये परे कोशे विरजं ब्रह्म निष्कलम् ।
यच्छुभ्रं ज्योतिषां ज्योतिस्तद्यदात्मविदो विदुः ॥

न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विधुतो
भान्ति कुतोऽयमग्निः ।
तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति ॥

[મુંડકોપનિષદ ખંડ 2-8થી 10]

કાર્ય અને કારણ સ્વરૂપ તે પરાત્પર પરબ્રહ્મને તત્ત્વથી જાણી લીધા પછી આ જીવના હૃદયની અવિદ્યારૂપી ગાંઠ ખૂલી જાય છે; એના સઘળા સંશયો કપાઈ જાય છે ને બધાં સારાનરસાં કર્મો નષ્ટ થઈ જાય છે.

તે નિર્મળ-નિર્વિકાર અને અવયવરહિત પરબ્રહ્મ પ્રકાશમય પરમધામમાં વિરાજમાન છે; તે સર્વથા વિશુદ્ધ અને સર્વ પ્રકાશયુક્ત પદાર્થોનું પણ પ્રકાશક છે. તેને આત્મજ્ઞાની જ જાણે છે.

ત્યાં (તે આત્મસ્વરૂપ બ્રહ્મમાં) નથી તો સૂર્ય પ્રકાશતો કે નથી પ્રકાશતા ચંદ્રમા અને તારા; ત્યાં આ વિજળી પણ ચમકતી નથી તો પછી આ અગ્નિ શી વિસાતમાં છે ? તેના પ્રકાશિત થવાથી જ આ સર્વ પ્રકાશિત થાય છે ને આ સર્વ કાંઈ તેનાજ પ્રકાશથી પ્રકાશમાન છે.

Total Views: 459

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.