आपत्सु मग्नः स्मरणं त्वदीयं
करोमि दुर्गे करुणार्णवेशि ।
नैतच्छठत्वं मम भावयेथाः
क्षुधातृषार्ता जननीं स्मरन्ति ।।10।।
जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि ।
अपराधपरम्परावृतं न हि माता समुपेक्षते सुतम् ।।11।।
मत्समः पातकी नास्ति पापध्नी त्वत्समा न हि ।
एवं ज्ञात्वा महादेवि यथा योग्यं तथा कुरु ।।12।।
હે કરુણાસાગર, મહેશ્વરી, હે દુર્ગા, દુઃખમાં ડૂબેલો હોઉં ત્યારે જ હું તારું સ્મરણ કરું છું, એને મારી શઠતા ગણીશ મા. કારણ કે બાળકો જ્યારે ભૂખ્યાં-તરસ્યાં હોય ત્યારે માની પાસે જ દોડી જાય-ને?
હે જગદંબા, મારા ઉપર તારી પૂરેપૂરી કરુણા હોય, એમાં વળી નવાઈ શી છે? અગણિત અપરાધોથી ભરેલો હોય, તોપણ માતા કંઈ પોતાના દીકરાને નકારતી તો નથી જ!
મારા જેવો કોઈ પાપી નથી અને તારા જેવી કોઈ પાપ નાશ કરનાર નથી. આ સમજીને હે મહાદેવી, તને ઠીક લાગે તેમ કર.
(આદિ શંકરાચાર્ય રચિત ‘દેવ્યાપરાધક્ષમાપનસ્તોત્ર’માંથી)
Your Content Goes Here