શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ

ભગવાન શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ

આ પાવનકારી પર્વ નિમિત્તે 24 ઑગસ્ટના રોજ વિશેષ પૂજા-ભજન-કીર્તન અને ગીતા-પારાયણનો કાર્યક્રમ યોજાયો હતો. સંધ્યાઆરતી પછી શ્યામનામ સંકીર્તન થયું હતું. આ પર્વ નિમિત્તે ‘શ્રીમદ્ ભાગવત’ પર સ્વામી મુમુક્ષાનંદજીનાં પ્રવચનો 20, 23, 24મી ઑગસ્ટે યોજાયાં હતાં. અને સ્વામી નિખિલેશ્વરાનંદનું પ્રવચન ‘શ્રીકૃષ્ણ અને શ્રીમદ્ ભાગવત’ એ વિશે 25 ઑગસ્ટે યોજાયું હતું.

સ્વાતંત્ર્યદિન સમારોહ

15 ઑગસ્ટ, સ્વાતંત્ર્યદિને શ્રીરામકૃષ્ણ વિદ્યાર્થી મંદિરમાં સ્વામી મુમુક્ષાનંદજીના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વામી મુમુક્ષાનંદજીના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વામી મુમુક્ષાનંદજી તથા સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પ્રાસંગિક સંબોધન કર્યં હતું.

ભ્રાતૃવરણ

22 ઑગસ્ટ મંગળવારના રોજ વિદ્યાર્થી હોમ-વિશેષ પૂજા-ભજન-કીર્તન સાથે ‘ભ્રાતૃવરણ’નો સમારોહ યોજાયો હતો.

શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, લીંબડી

11મી ઑગસ્ટ, શુક્રવારના રોજ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પર સ્વામી નિખિલેશ્વરાનંદજીનું પ્રવચન યોજાયું હતું. સ્વામી જ્ઞાનેશાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’માંથી આખ્યાનકથા રજૂ કરી હતી. શ્રી જિતુભાઈ અંતાણીનાં ભક્તિપ્રેરક ભજનોએ ભક્તિભાવનું વાતાવરણ ઊભું કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, અમદાવાદ

12 ઑગસ્ટે, શનિવારના રોજ સાંજે 6.30 કલાકે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પર સ્વામી નિખિલેશ્વરાનંદજીનું પ્રવચન યોજાયું હતું. આ પ્રવચન પછી ભાવિક જનોના પ્રશ્નોના ઉત્તર સ્વામી જ્ઞાનેશાનંદજીએ આપ્યા હતા.

એક વિષાદજનક સમાચાર

રામકૃષ્ણ મિશનના રાયપુર (મધ્યપ્રદેશ) કેન્દ્રના સ્થાપક અને સચિવ સ્વામી આત્માનંદજીનું તા. 27મી ઑગસ્ટે રાજનાંદ ગામથી આશરે 20 કિ.મી. આવેલા કોલા (મધ્યપ્રદેશ) ગામે જીપની દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું છે.

છેલ્લા ત્રણ વર્ષથી મધ્યપ્રદેશના બસ્તર જિલ્લાના અબુઝમાડ વિસ્તારના અત્યંત પછાત વિભાગમાં આદિવાસી લોકોના વિકાસની પરિયોજનામાં તેઓ વ્યસ્ત રહ્યા. આ યોજના પાછળ બે કરોડ રૂપિયાથી પણ વધુ રકમ ખર્ચાઈ રહી છે.

તેઓ ‘વિવેક જ્યોતિ’ (હિન્દી ત્રૈમાસિક) પત્રિકાના 1963માં તેની શરૂઆતથી માંડીને છેવટ સુધી સંપાદક રહ્યા હતા. તેઓ બહુશ્રુત વિદ્વાન, કર્મઠ યોગી, પ્રભાવક વક્તા અને વિદ્વાન લેખક હતા. ‘ભગવદ્ગીતા’ ઉપરની તેમની હિન્દી વ્યાખ્યા ‘ગીતાતત્ત્વચિંતન’ ભક્તજનો અને વિદ્વાનોમાં બહોળો આદર પામેલ છે. તેના થોડા અંશોના અનુવાદ ધારાવાહિકરૂપે આ પત્રિકામાં પ્રકાશિત થઈ રહ્યા છે.

એમના દુઃખદ અવસાનથી રાષ્ટ્રે એક કર્મઠ સંન્યાસી ગુમાવેલ છે. એમના આત્માને ચિરશાંતિ મળે એ જ પ્રાર્થના.

Total Views: 323
By Published On: October 1, 1989Categories: Samachar Darshan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram