શ્રીકૃષ્ણ પરમાત્માનું ધ્યાન-વંદન

प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ।
ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः ॥

सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः ।
पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्॥

वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् ।
देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॥

मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम् ।
यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् ॥

શરણ થનાર ભક્તોને કલ્પવૃક્ષ જેવા, એક હાથમાં ચાબુક તથા છડી ધારણ કરનારા, જ્ઞાનમુદ્રાયુક્ત અને ભગવદ્‌ગીતારૂપી અમૃતનું દોહન કરનારા એવા હે શ્રીકૃષ્ણ ભગવાન! આપને નમસ્કાર હો.

સર્વ ઉપનિષદોરૂપી ગાયો છે, તેમના દોહનારા ગોપાલનંદન શ્રીકૃષ્ણ ભગવાન છે, અર્જુનરૂપી વત્સ છે, મહાન ગીતામૃતરૂપી દૂધ છે અને બુદ્ધિશાળી મનુષ્ય તેનો ભોક્તા છે.

શ્રી વસુદેવના પુત્ર દિવ્ય ક્રીડાવાળા કંસ અને ચાણૂર દૈત્યોનો નાશ કરનારા અને દેવકીને પરમ આનંદ આપનારા જગદ્‌ગુરુ શ્રીકૃષ્ણને હું વંદન કરું છું.

જેમની કૃપાથી મૂંગો વાચાળ બને છે અને પાંગળો પર્વત ઓળંગે છે, તેવા પરમાનંદસ્વરૂપ શ્રીમાધવને હું વંદન કરું છું.

Total Views: 124

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.