તારી જો હાક સુણી કોઈ ના આવે તો
એકલો જાને રે…
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે…

જ્યારે સૌના મ્હોં સીવાય,
ઓરે ઓ અભાગી સૌના મ્હોં સીવાય
જ્યારે સૌએ બેસે મ્હોં ફેરવી
સૌએ ડરી જાય ત્યારે હૈયું ખોલી
અરે, તું મન મૂકી તારા મનનું ગાણું,
એકલો ગાને રે..

જ્યારે સૌએ પાછા જાય. ઓરે ઓરે અભાગી
સૌએ પાછા જાય
જ્યારે વનવગડે નિસરવા ટાણે,
સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટારાને તારે લોહી નીંગળતે
ચરણે ભાઈ એકલો ધાને રે…

જ્યારે દીવો ના ધરે કોઈ, ઓરે ઓ અભાગી!
ત્યારે દીવો ના ધરે કોઈ,
જ્યારે ઘનઘોર તુફાની રાતે, વાસે તને જોઈ
ત્યારે આભની વીજે, સળગી સૌનો દીવો
એકલો થાને રે. .તારી

Total Views: 211

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.