પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન પંથ ઉજાળ.

પ્રેમળ.

દૂર પડ્યો નિજધામથી હું ને, ઘેરે ઘન અંધાર
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવન પંથ ઉજાળ,

પ્રેમળ.

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લગીર ન, એક ડગલું બસ થાય
મારે એક ડગલું બસ થાય.

પ્રેમળ.

આજ લગી રહ્યો ગર્વમાં હું ને, માગી મદદ ન લગાર
આપ બળે માર્ગ જોઈને ચાલવા, હામ ધરી મૂઢ બાળ
હવે માગું તુજ આધાર

પ્રેમળ.

ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ
વીત્યા વર્ષોને લોપ સ્મરણથી, સ્ખલન થયા જે સર્વ
મારે આજ થકી નવું પર્વ…

પ્રેમળ.

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.