कृपां कुरु महादेवी, सुतेषु प्रणतेषु च।
चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते॥

लज्जापटावृते नित्यं सारदे ज्ञानदायिके।
पापेभ्यो नः सदा रक्ष कृपामयि नमोऽस्तु ते॥

पवित्र चरितं यस्याः पवित्रं जीवनं तथा।
पवित्रतास्वरुपिण्यै तस्यै कुर्मो नमो नम:॥

હે મહાદેવી! ચરણોમાં પ્રણામ કરતા પુત્રોને આશ્રય આપીને કૃપા કરો. હે કૃપામયી! તમને પ્રણામ હો!

હે જ્ઞાનદાત્રી શારદાદેવી! તમે નિત્ય લજજારૂપી વસ્ત્રથી (સ્ત્રીનાં આભૂષણરૂપી લજ્જાથી) ઢંકાયેલાં છો. અમારું પાપથી રક્ષણ કરો. હે કૃપામયી! તમને પ્રણામ હો!

જેમનું ચરિત્ર પાવનકારી છે, જેમનું જીવન પવિત્ર છે, જેઓ પવિત્રતા-સ્વરૂપિણી છે તેવાં તમને અમે વારંવાર પ્રણામ કરીએ છીએ.

(સ્વામી અભેદાનંદ વિરચિત ‘શ્રીશારદાદેવી સ્તોત્ર’માંથી)

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.