વિવિધ વિષયોના લેખો ઉપરાંત કેટલાંક કાવ્યો સંખ્યાબંધ ફોટાઓ વગેરેથી શોભતો આ અંક યુવાનોને માટે પ્રેરણારૂપ અને અન્ય વાચકોને પણ ગમી જાય એવો છે.

– ફૂલછાબ (દૈનિક) તા. ૧૩-૧૧-૯૫

સુંદર, સ્વચ્છ મુદ્રણ સાથેના આ અંકનો પ્રારંભ શુકલ યજુર્વેદ સંહિતા ૧૯.૯ની ‘દિવ્યવાણી’ શીર્ષક પ્રભુ પ્રાર્થના અને કઠોપનિષદના પ્રેરકમંત્રથી કરેલ છે …

જયહિંદ (દૈનિક) તા.૧૯-૧૧-૯૫

આધ્યાત્મિક સામયિક શ્રીરામકૃષ્ણ જ્યોતનો આ દીપોત્સવી અંક યુવા વિશેષાંક છે….યુવા વર્ગ ઉપરાંત અન્ય વાચક વર્ગને પણ આ અંક એટલો જ પસંદ પડશે.

– સૌરાષ્ટ્ર સમાચાર (દૈનિક) તા.૧૯/૧૧/૯૫

‘રા.જ્યો.’નો દી. અંક મને મળી ગયો છે. આભાર-આનંદ. સરસ બન્યો છે. નવાં સૂચનમાં એકજ વાત કરવાનું મન થાય છે તે વિજ્ઞાન અને અધ્યાત્મ વિશે તજ્જ્ઞના લેખો અવારનવાર પ્રગટ થતા રહે તે ઈચ્છવાજોગ છે. પૂર્વ અને પશ્ચિમના ‘મનસ’ વિશેના અભ્યાસ લેખો પ્રગટ થાય તો સારું. ને આપણું પૂર્વનું અને પશ્ચિમનું તે વિષયક જ્ઞાન કઈ બાબતમાં એકસમાન છે, કયાં જુદું પડે છે તેની ચર્ચા થાય તો સારું.

– ઉશનસ્, વલસાડ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’કા દીપોત્સવી અંક મિલા. સમર્પક લેખોંસે સમૃદ્ધ અંક યુવકોંકે લિયે સર્વથા ઉપયુક્ત પ્રતીત હુવા.

– વિમલા ઠકાર, માઉન્ટ આબુ

‘શ્રી રા.જ્યાં.’નો યુવા વિશેષાંક મળ્યો. આખો જોઈ-વાંચી ગયો છું. યુવાનો અને અન્ય સર્વ માટે ઘણો જ ઉપયોગી અને પ્રેરણારૂપ અંક બન્યો છે. આજે છપાઈ ખૂબ મોંઘી થઈ છે તેથી જાહેરાત તો લેવી જ પડે, પરંતુ આખા પેજને બદલે એક પેજમાં ચાર જાહેરાત માટે એ લોકો તૈયાર થાય તો જા.ખ.ના પેજ ઘટે. અંકમાં વાચન સામગ્રી જેટલાં જ જા.ખ.નાં પાનાં છે! આ અંગે વિચારી શકાય તો જાહેરાતના અંકને બદલે રા.જ્યો.નો અંક વિશેષ લાગે.

– રાજેન્દ્રસિંહ રાયજાદા, કેશોદ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો દીપોત્સવી અંક મળ્યો. આભાર. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દ્વારા ભારતીય સંસ્કૃતિની જ્યોત જલતી રાખવા સંનિષ્ઠ પ્રયત્નો થાય છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના જીવનસંદેશ નવી પેઢીને પહોંચાડવાના આ પ્રયત્નોથી ભારતીય સમાજની ઘણી મોટી સેવા થાય છે.

– રતિલાલ બોરીસાગર, અમદાવાદ

વિશેષાંક સાથે જ યુવાનોને પ્રેરણા આપે તથા તેમના જીવનઘડતરમાં ઉપયોગી બને તેવો છે. અભિનંદન.

– મુકુન્દ પી. શાહ, તંત્રી: ‘નવચેતન’, અમદાવાદ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો દીપોત્સવી અંક મળ્યો. આભારી છું. અતિ સુંદર સર્જન થયું છે. ઉત્તમ લેખકોના ઉત્તમ લેખ આપે સંકલિત અને સંપાદિત કરી પ્રગટ કર્યા છે. મારા અભિનંદન સ્વીકારશો.

– રણધીર ઉપાધ્યાય, અમદાવાદ

શ્રીરામકૃષ્ણ જ્યોતનો દીપોત્સવી અંક યુવા વિશેષાંક મળ્યો. આ અંકના લેખો આજના ગુમરાહ યુવાનોને જરૂર માર્ગદર્શન આપશે. સ્વામી વિવેકાનંદનાં ઉચ્ચારણો તેમના માટે મલ્ટી વિટામિન કેપ્સ્યૂલની ગરજ સારે એમ છે. સ્વામી રામકૃષ્ણ ૫૨મહંસ, વિવેકાનંદ અને શારદામણિના ફોટાઓ અને તેમના સદુપદેશવાળા સુવાક્યોથી અંકની સમૃદ્ધિમાં વધારો થયો છે. આ માટે આપને આદ૨પૂર્વક અભિનંદનો.

– ચીનુભાઈ નાયક, અમદાવાદ

દીપોત્સવી અંક સાદ્યન્ત જોઈ ગયો. જે ઉદ્દેશથી આ સામયિક શરૂ કરવામાં આવ્યું છે એ ઉદ્દેશને ખૂબજ સુંદર રીતે ન્યાય આપવામાં આવી રહ્યો છે. શ્રીરામકૃષ્ણ ૫૨મહંસનો દિવ્ય સંદેશ ફેલાવવા અંગે આ સામયિક ખૂબજ મહત્ત્વનો ફાળો આપી રહ્યું છે. એ અંગે બે મત હોઈ ન શકે.

– રતુભાઈ અદાણી, અક્ષયગઢ, કેશોદ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો દીપોત્સવી અંક મળ્યો. આભાર. આ અંક ‘યુવા-વિશેષાંક’ તરીકે પ્રગટ થાય છે તે ખરેખર સમયોચિત છે. અનેક ચિંતકોના મનનીય લેખોથી યુવાનો માટે દીવાદાંડી જેવો બનેલો અંક જે કોઈ કાળજીપૂર્વક વાંચશે એના આવતીકાલના જીવનમાં એક તેજ કિરણ અચૂક ઉમેરાશે એવી શ્રદ્ધા જન્મે છે. શ્રીરામકૃષ્ણનું જીવન અને એમનો ઉપદેશ આપણે પરમાત્માના લાડકાં સંતાનો છીએ એવું આશ્વાસન આપે છે અને ૫૨માત્માએ આપણામાં મૂકેલી શ્રદ્ધાને આપણા જીવન વ્યવહારથી શી રીતે સાચી પાડવી એનો રાજમાર્ગ સ્વામી વિવેકાનંદની અદ્ભુત, રોમહર્ષણ વાણી દર્શાવે છે. આ અંક એ રીતે સાર્થક, સમૃદ્ધ અને દિવ્યજીવનનો નકશો રજૂ કરે છે. આવો સારગર્ભ અંક પ્રકાશિત કરવા માટે હૃદયપૂર્વકના અભિનંદન સ્વીકારશો.

– ડો. વસંત પરીખ, અમરેલી

Total Views: 99

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.