• ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. ગામડામાં વાંચવા મોકલીએ છીએ. બહુ સુવાચ્ય સંસ્કારપ્રદ સામગ્રી હોય છે. આપને ધન્યવાદ.

– કુન્દનિકાબહેન કાપડિયા, નંદિગ્રામ ટ્રસ્ટ, વાંકલા

  • સર્વોચ્ય સાહિત્યકારોનો સંગ્રહ અને ઉત્કૃષ્ટ વાંચન શિક્ષણકારોને પ્રેરણાદાયી નીવડે તેવો છે.

– લાયન હરસુતા સી. ઓઝા, અમદાવાદ.

  • ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ એ હમણાં ત્રણ માસથી રેગ્યુલર લાઇબ્રેરીમાં વાંચી રહ્યો છું અને એમાંથી ઘણું બધું જાણવા મળ્યું છે. જેમ કે અધ્યાત્મ વિશે સેવા કર્મ વિશે અને જીવનને પરમ કૃપાળુ પ્રભુમાંથી કેવી રીતે કરવું એ બાબતમાં સારો એવો મસાલો એટલે કે જ્ઞાન આપેલ છે. આ જ્ઞાન મળ્યા પછી મારા જીવનમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. પહેલાં હું સાવ આળસુ, ચીડીયો હતો અને આખો દિવસ પાગલોની જેમ ગમગીન થઇને ઘરમાં ગમે તે જગ્યાએ કલાકો સુધી બેસી રહેતો અને જમવા અને ઊંઘવા સિવાય લગભગ કાંઇ કાર્ય કરતો ન હતો. ભણવામાં પણ નાપાસ થતો રહેતો અને માનસિક લઘુતાગ્રંથિથી પીડાતો રહેતો હતો. પરંતુ આપનું આ મેગેઝિન વાંચ્યા પછી અને સાથો સાથ, ‘દિવ્ય જીવન’, ‘સનાતન સારથિ’ –આ મેગેઝિનો વાંચવાથી મારું મન એકદમ વરસો પછી સ્વસ્થ થવા આળસ મરડીને ઊભું થઇ રહ્યું છે. આપના મેગેઝિનો અને સ્વામી વિવેકાનંદના આદર્શજીવન ચરિત્ર વાંચવાથી શરીરમાં અદ્ભુત ચેતના તંત્રો ઝળઝણી ઊઠયાં અને ધીરે ધીરે પ્રભુમય થવા માટે આગળ પગ ઊપડવા મંડ્યા છે.

– દર્શક કુમાર વ્યાસ, સુરેન્દ્રનગર

  • ‘શિક્ષક વિશેષાંક’ વાંચ્યો, ખૂબ જ રસપ્રદ લાગ્યો. આજનું શિક્ષણ એ વિષય પર વકતૃત્વ નિબંધ તૈયાર કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડ્યો. શિક્ષકમાં એવી તાકાત છે કે તે એક નહિ અનેક મહાનુભાવો જન્માવી શકે છે. એ વાતની પ્રતીતિ કરાવતો આ ‘શિક્ષક વિશેષાંક’ શિક્ષકોની એ તાકાતને પોષણરૂપ બની રહેશે.

– રાજેશ રામજીભાઇ, રાજકોટ

  • આપના તરફથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો સુંદર અંક મળ્યો. શિક્ષક સેમિનારના દૃશ્યો તથા સુંદર લેખો (પ્રવચન લેખો) તથા અન્ય મહાનુભાવોના સુંદર લેખો વાંચન માટે મળ્યાં. આપ સૌનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર. ખરેખર તમે સૌ ખૂબ જ મહેનત લઇ માનવતાના, સત્કાર્યના, શિક્ષણનાં અને આધ્યાત્મિકતાના ઉત્તમ કાર્યો કરો છો.

– જી. સી. પંડ્યા, ધોરાજી

  • ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો શિક્ષક-અંક પ્રસિદ્ધ કરીને આ ક્ષેત્રના અગ્રણીઓને નૂતન પ્રેરણા આપવાનું મહાન કાર્ય તમે કર્યું છે.

– શ્રી ચશસ્વીભાઇ ય. મહેતા, ભાવનગર

  • તમારું વ્યવસ્થાતંત્ર જોઇને ખરેખર લાગ્યું કે આ સંસ્થા શ્રી વિવેકાનંદજી અને શ્રીરામકૃષ્ણદેવને બરાબર follow કરે છે. આ બધી માહિતી એકત્ર કરી તેને ટાઇમસર publish કરવી તે ખરેખર પ્રશંસાપાત્ર છે. શિક્ષક અંકમાં લેખો, કાવ્યો, ઉદાહરણો વગેરે ખૂબ જ ગમ્યા. એકાગ્રતા, ટાઇમ મૅનેજમૅન્ટ વગેરે લેખો વાંચીને મેં મારા કાર્યના અમલમાં તેનો ઉપયોગ કર્યો તો મને ખરેખર ખૂબ જ સંતોષકારક ફળ સાંપડ્યું.

– જગદીશ સંઘવી, અમદાવાદ

  • ‘શિક્ષક વિશેષાંક’ ખરેખર સુંદર થયો છે. તેમાંય ડૉ. ગુણવંત શાહ, મુ.શ્રી યશવંત શુક્લના લેખો તો ચોટદાર છે. નિષ્ઠાવાન શિક્ષકો માટે આ અંક એક નજરાણું છે.

– મોતીભાઇ પટેલ, તંત્રી: ‘સાંપ્રત’, સુરેન્દ્રનગર

Total Views: 96

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.