(પૃથ્વી સૉનેટ)

વિદેશ મહીં એકદા ભ્રમણ આપ એકાન્તમાં

હતા કરી રહ્યા, સ્થલે સરિત ટેકરા ન્યાળતા,

વિશાળ દૃગથી હતી પ્રસરતી નરી ભવ્યતા,

હરેક દૃઢ મૂકતા પગલું, સિંહ શા ચાલતા!

અચાનક તહીં ધસે વૃષભ કોઈ ફુત્કારતો

ઉછાળી રહી શિંગ એ સમીપ સાવ છીંકારતો

અરે, ઝપટમાં લિયે? વકરી ઢીંક શુ મારતો?

નહીં, અદબ વાળીને ખડક શા ઊભા આપ ત્યાં

સુતીક્ષ્ણ શર શાં છૂટ્યાં નયનતેજ સૌ સામથા!

અને અગન જ્યોત શી ભગવી જોઈ કંથાજરી

રહ્યો થથરી સાંઢ ને નરમ અંગ એનું કરી

ગયો શિર ઝુકાવતો કદમ સદ્ય પાછાં ભરી!

* નરેન્દ્ર! સહુ ક્ષદ્રતા સકલ પાશવી વાસના

સમીપ ફરકી નથી ચરણ જ્યાં ઠર્યાં આપના!

– ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા

* અહીં ‘નરશ્રેષ્ઠ’, ‘પુરુષ શ્રેષ્ઠ’ના અર્થમાં

Total Views: 86

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.