ચરણકમલ ચૂમ્યાં મેં મૈયા! આજ નિરવ મમ સમણે

શાંતિનાં જલ અમીમય વહેતાં કલકલ જ્યાં તવ ચરણે.

યુગો યુગોથી ભમ્યો નિરંતર રવડયો ભવની વાટે;

જનમ જનમની તૃષા લઈને દેશકાળને ઘાટે :

અગન અનાદિ જલતી ભીતર, બૂઝી નહીં કોઈ સ્રવણે,

સરવર નદીજલ નિર્ઝર ગિરીવર-ભટક્યો ક્યાં ક્યાં ભ્રમણે?

ક્ષણ ટહુકી સોનાની આજે? -સમણે આંખ ઉઘાડી;

ધન્ય ધન્ય પેખું નિજ ભીતર દિવ્ય કૃપાની ઝારી!

ઝરતી મારે અંગ અંગ, રગરગમાં ઝંકૃત પ્રાણે,

ચરણકમલ ચૂમ્યાં જ્યાં તારાં, આતમ જાગ્યો રમણે!

મનોહર દેસાઈ

Total Views: 93

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.