सत्पुण्डरीकनयनं मेघाभं वैद्युताम्बरम्‌।
द्विभुलं ज्ञानमुद्राढ्यं वनमालिनमीश्वरम्‌ ।।१।।

गोपगोपाङ्गनावीतं सुरद्रुमतलाश्रितम्‌।
दिव्यालऊरणोपेतं रत्नपऊलमध्यगम्‌।।२।।

कालिन्दीललकल्लोलासङ्गिमारुतसेवितम्‌।
चिन्तयंश्चेतसा कृष्णं मुक्तो भवित संसृते: ।।३।।

સનાતન કમળ જેવાં નયનવાળા, વાદળ જેવી શોભાવાળા,
વિદ્યુત જેવાં તેજસ્વી વસ્ત્રવાળા, બે હાથવાળા, જ્ઞાનમુદ્રા ધારણ કરનારા,
વનમાળા ધારણ કરનારા, ગોપબાલકો તથા ગોપીઓથી ઘેરાયેલા,
કલ્પવૃક્ષનો આશ્રય લઈને રહેલા, દિવ્ય અલંકારોને ધારણ કરનારા,
રત્નયુક્ત કમળની વચ્ચે બિરાજતા, યમુના નદીના જલનાં મોજાંના સંપર્કમાં આવેલો પવન જેની સેવા કરે છે
તેવા ભગવાન શ્રીકૃષ્ણનું હૃદયપૂર્વક જે ચિંતન કરે છે તે મનુષ્ય આ સંસારમાંથી મુક્ત થઈ જાય છે.

(ગોપાલપૂર્વતાપનીયોપનિષદ)

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.