શ્રીઠાકુરના સાંનિધ્યમાં એકાદ કલાકનાં ભજનકીર્તન અમને વિપુલ આનંદથી સભર ભરી દેતું; જાણે કે અમે એક દિવ્યલોક-આનંદધામમાં પહોંચી ગયા હોઈએ એવું અનુભવતા. અત્યારે તો અમે ધ્યાન દ્વારા પણ એવા પરમાનંદની એક છાયા પણ નથી લાવી શકતા. શ્રીઠાકુર સાથેનો આ ભજનાનંદ અમારી સાથે સપ્તાહ સુધી સતત ટકી રહેતો. અમને દિવ્યોન્માદનો અનુભવ થતો, પરંતુ એની પાછળના કારણ વગેરેથી અમે અજાણ હતા. આના પર અત્યારે કોણ વિશ્વાસ કરશે ? કોઈને ય આની ખાતરી કરાવવી હવે દુષ્કર છે; છતાંય અમે આ બધું કહીએ છીએ. દુઃખના કારણે સામાન્ય માનવનિર્વાણ શોધે છે, પરંતુ દિવ્યબિરાદરીમાં રહેલા પરમાનંદને તે જાણતો નથી… અમે શ્રીઠાકુરમાં કેવો અદ્ભુત હાસ્યવિનોદનો પ્રવાહ જોયો હતો !.. સ્વામી વિવેકાનંદ પણ હાસ્યવિનોદવૃત્તિવાળા હતા. પરંતુ શ્રીરામકૃષ્ણની જેમ પેટ પકડીને હસાવવાની સરખામણીમાં એમનું હાસ્ય કંઈ જનથી. શ્રીઠાકુર કહેતાઃ ‘હું હળવી ચર્ચા દ્વારા લોકોના ચિત્તને હળવું કરું છું.’ શ્રીઠાકુરનો પ્રત્યેક શબ્દ એમના આત્મામાંથી સ્ફૂરતો હતો, એ શબ્દો શક્તિપ્રચૂર હતા અને એ સાંભળીને એમ લાગતું કે તેઓ બધાયનાં હૃદયને જીતી લે છે.

– સ્વામી તુરીયાનંદ
(Sri Ramakrishna as we saw Him, p.191)

Total Views: 112

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.