અમેરિકા

પ્રિય સ્વ….,

તમારા વિવાદનો પ્રશ્ન શો છે? આટલું રડવાનું શા માટે? તમને શું થયું છે? સૂવાની આટલી ઇચ્છા કેમ? ‘शेते सुखं कस्तु—समाधिनिष्ठ:।’ સુખપૂર્વક કોણ સૂએ છે? સમાધિવાન વ્યક્તિ. (શંકરાચાર્યકૃત મણિરત્નમાલા, ૪ ) ‘निद्रा समाधिस्थिति:’ (શિવમાનસપૂજા સ્તોત્ર) આટલું ‘મારું’, ‘મારું’ કરતા રહેતાં ઊંઘ કેવી રીતે આવશે? જો મન ચંચળ થતું હોય તો થવા દો, તે ધીરે ધીરે શાંત થઈ જશે. તે દુષ્ટ તરફ ધ્યાન ન આપવું એ જ ઉત્કૃષ્ટ ઉપાય છે.

પોતાની અસારતા શું તમારી સમજણમાં આવી ગઈ છે? ‘મારું’, ‘મારું’ કહીને આટલા વ્યગ્ર શા માટે થાઓ છો? અહીંયાં ઘણા બધા પિપાસુ છે, આવવું હોય તો કહો, વ્યવસ્થા કરી દઉં. બેઠા બેઠા વ્યર્થ પોતાની ચિંતા કેમ કર્યા કરો છો?

અહીં મોજ-મજા નથી. અહીંયાં ઘણાં મોટાં કાર્ય રહેલાં છે. જ્યારે કોઈ કાર્ય ન હોય ત્યારે મનુષ્ય પોતાની ચિંતા કરે છે અનેે ચિંતિત થઈને પણ કશુંય નથી કરી શકતો. હવે હજુ કેટલા વધુ દિવસ પોતાની ચિંતા કરશો? છોડો, ઘણું થયું. હવે થોડી બીજાઓની ચિંતા કરો. જો રાજીખુશી હો તો પ્રયત્ન કરું. ચાલ્યા આવો, બધું બરાબર થઈ રહેશે…

બધાને મારો સ્નેહ પાઠવશો અને તમે પણ સ્વીકારજો.

શુભાકાંક્ષી,
હરિ મહારાજ

તા.ક. જો સતીશ મુખર્જીનાં works (ગ્રંથ) અથવા મન્મથ દત્તનો યોગવાશિષ્ઠ Translation (અનુવાદ) મોકલવાની વ્યવસ્થા કરી શકો તો તે ઘણું ઉપયોગી થઈ પડશે.

Total Views: 86

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.