શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫-૧૬ મેની મૂલ્યશિક્ષણ શિબિરમાં ભાગ લઈને હું ધન્યતા અનુભવું છું. સ્વામી જિતાત્માનંદજીએ બે દિવસ સુધી સતત માર્ગદર્શન આપ્યું. એમાંથી તારવેલાં વિચારમોતી આ છે:

* વિદ્યાર્થીને ઈશ્વરરૂપે જુઓ. * શાળાને સ્વર્ગ બનાવો. * એક સુંદર ચિત્ર ૧૦૦૦ શિક્ષકની બરાબર છે. * શાળાનું વાતાવરણ વિદ્યાર્થીઓ પર ઘણી અસર કરે છે. * શાળાનું પ્રવેશદ્વાર સુંદર અને મધુરભાવ પ્રગટ કરતું હોવું જોઈએ. * વર્ગમાં સુંદર ચિત્રો અને સારાં સૂત્રવાક્યો હોવાં જોઈએ. * શાળાનું અને પ્રાર્થનાખંડનું વાતાવરણ આધ્યાત્મિક ભાવને પ્રેરે તેવું હોવું જોઈએ. * સૌંદર્યથી આનંદ મળે છે અને આનંદથી જ્ઞાન. * વિવિધ વિષયોનાં પ્રદર્શન યોજવાં. * સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરવું. * શાસ્ત્રીય સંગીતથી દિવ્યવાતાવરણ જાગે છે. * રામાયણ મહાભારત જેવા ગ્રંથોમાંથી પ્રેરક વાર્તા અને પ્રસંગો કહેવાં. * વિષય શિક્ષણ કરતાં જીવન શિક્ષણ પર વધારે ભાર મૂકવો. * વિદ્યાર્થીઓને ઊંચું વિશાળ આભ અને આત્મવિશ્વાસ આપવો. * વિવેકનું અને સંવેદનાનું શિક્ષણ આપો. * માતાપિતા, શિક્ષક અને સાધુસંત ત્રણ વ્યક્તિ જ સમાજને સુધારી શકે. * ધ્યાનથી એકાગ્રતા વધે છે. * વિદ્યાર્થીઓને સ્વપ્ન સેવતા કરો. 

શ્રી મહેશ ટી. જાની.
સિસ્ટર નિવેદિતા સ્કૂલ, રાજકોટ

હું મારી શાળામાં આટલું કાર્ય કરીશ.

* મંતવ્યપેટી : વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો પાસેથી શાળામાં કઈ પ્રવૃત્તિ સારી લાગે છે, કેવું વાતાવરણ સુંદર અને પ્રેરક લાગે એ વિશે અભિપ્રાયો માગીશ. * પુસ્તકાલય : વર્ષમાં ઓછામાં ઓછા બે પુસ્તકો વિદ્યાર્થીઓ વાચે અને એ વાચનનું સંક્ષિપ્ત લેખન લખે તેવી પ્રવૃત્તિ. * ધ્યાન પ્રાણાયામ : ધ્યાનપ્રાણાયામ માટે વર્ષમાં ઓછામાં ઓછી બે શિબિરનું આયોજન કરવું. * સંગીત નાટક મહોત્સવ : વર્ષ દરમિયાન એક વખત ભવ્ય સંગીત અને નાટકનો કાર્યક્રમ કરીને વાલી સંમેલન યોજવું.

શાળામાં શું હોવું જોઈએ :

* શાળા સ્વચ્છ, સુંદર અને સુશોભિત હોવી જોઈએ. * ધ્યાન-પ્રાણાયામ અને ભાવવાહી સંગીત-ગાન સાથે સમૂહપ્રાર્થના થવી જોઈએ. * પ્રાર્થના સભામાં જીવનમૂલ્યો સમજાવતા પ્રેરક પ્રસંગો, આત્મકથાના પ્રસંગો, મહાપુરુષોનાં જીવનચરિત્રનું વાચન કરવું. * બધા વિદ્યાર્થીઓમાં નારાયણને જોવા. * શિક્ષક અને આચાર્યે નિયમિતતા માટે સારા અધ્યાપન કાર્ય માટે પોતાના સુંદર દેખાવ, કાર્યનિષ્ઠા માટે કાળજી લેવી. * શિક્ષક અને આચાર્યે ભાવાત્મક વલણ કેળવવું, અભાવાત્મક વલણથી દૂર રહેવું.

આચાર્યશ્રી
નાગરદાસ મોહનદાસ, લીંબડી

મૂલ્યલક્ષી શિક્ષણ શિબિર એટલે અનેરો લહાવો અને જ્ઞાન-સમજનું અમૂલ્ય ભાથું. ‘હું શાળાને સ્વર્ગ બનાવીશ અને અહીં બાળક દેવતા બનીને આવશે’ એ સ્વામી જિતાત્માનંદજીનું કથન ઘણું પ્રભાવક હતું. શાળાનું સુંદર પ્રવેશ દ્વાર, પ્રાર્થનાખંડના ચિત્રો, પોસ્ટર્સ, સુવાક્યો, વિદ્યાર્થીઓને પ્રેરે છે. સૌંદર્યથી આનંદ મળે છે અને આનંદથી જ્ઞાનવૃદ્ધિ થાય છે. આનંદથી વ્યક્તિની બુદ્ધિ પાંચગણી વૃદ્ધિ પામે છે. ૐના રટણ સાથેની પ્રાર્થનાથી આનંદ પ્રાપ્ત થાય છે. શિક્ષણનું ધ્યેય છે : સારો માણસ, સારો નાગરિક, સારો ભાવક અને સારો સર્જક બનાવવો. શ્રીરામકૃષ્ણ આશ્રમનું સાત્ત્વિક અને આધ્યાત્મિક વાતાવરણ સૌ કોઈને સ્પર્શી ગયું. હું મારી શાળામાં આટલું કરીશ.

* હું સુંદર પ્રાર્થના ખંડ બનાવીશ અને પ્રાર્થનાસભાનું નિયમિત આયોજન કરીશ. * શાળામાં વૃક્ષો ઊગાડીશ અને નાનો ઉદ્યાન પણ બનાવીશ. * શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ધ્યાન અને યોગની શિબિરોનું આયોજન કરીશ. * ભલાઈનાં કાર્ય કરવાની અને સારા નાગરિક બનવાની પ્રતિજ્ઞા કરાવીશ અને એનું આચરણ થાય એ પણ જોવાનો પ્રયત્ન કરીશ.

શ્રી એન.એ. મકવાણા, આચાર્ય
સી.પી.ઓઝા શારદામંદિર, સુરેન્દ્રનગર

Total Views: 115

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.