श्वेतपद्मासना देवी श्वेत पुष्पोपशोभिता ।
श्वेताम्बरधरा नित्या श्वेत गन्धानुलेपना ॥

श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दनचर्चिता ।
श्वेतवीणाधरा शुभ्रा श्वेतालङ्कारभूषिता ॥

वन्दिता सिद्धगन्धर्वैरर्चिता सुरदानवैः ।
पूजिता मुनिभिः सर्वैर्ऋषिभिः स्तूपते सदा ॥

स्तोत्रेणानेन तां देवीं जगद्धात्रीं सरस्वतीम् ।
ये स्मरन्ति त्रिसन्ध्यायां सर्वां विद्यां लभन्ते ते ॥

દેવી સરસ્વતી! શુભ્રકમલ પર વિરાજમાન;  શુભ્ર પુષ્પોથી શોભાયમાન; શુભ્રવસ્ત્ર ધારણ કરનારાં, શ્વેત ચંદનથી લિપ્ત તમે નિત્યસનાતન છો.

એમના હાથમાં શુભ્ર કમલાક્ષની માળા છે અને એમને શ્વેત ચંદનનો લેપ લગાવેલ; શુભ્રવીણા એમના હાથમાં છે, શુભ્ર અલંકારોથી શોભાયમાન છે, એવા તેઓ સર્વાંગે શુભ્ર છે.

સિદ્ધો અને ગંધર્વો એમને વંદે છે તેમજ દેવ અને દૈત્ય એમની પૂજા કરે છે. સર્વે મુનિઓ પણ એમની પૂજા કરે છે અને સર્વઋષિઓ એમનું સ્તવન કરે છે.

ત્રિસંધ્યાના સમયે જે લોકો આ વિશ્વના ધારણ કરનારાં દેવી સરસ્વતીનું આ સ્તોત્ર દ્વારા સ્મરણ કરે તેને સર્વવિદ્યા પ્રાપ્ત થાય છે.

(‘શ્રીસરસ્વતીસ્તોત્રમ્‌ – ૧’ – શ્લોક ૧-૪)

Total Views: 43

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.