तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् ।
दुर्गां देर्वी‍ं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः॥ २॥

હું મા દુર્ગાદેવીના શરણે આવ્યો છું. તમે તપને કારણે પ્રજ્વલિત અગ્નિસમાં અને સુવર્ણ જેવા તેજસ્વી છો. વિવિધ રૂપોમાં આવિર્ભૂત થયેલ પરમાત્માની તમે શક્તિ છો. પ્રત્યેક કર્મમાં કર્મફળ ઉત્પન્ન કરનારી શક્તિ રૂપ છો. અમારો ઉદ્ધાર કરવાની હે મા! તારી શક્તિ અદ્‌ભુત છે અને તું અમને સર્વસંકટોમાંથી બચાવી લઈશ. હે મા! તને વારંવાર નમસ્કાર! (૨)

अग्ने त्वं पारया नव्यो अस्मान्स्वस्तिभिरिति दुर्गाणि विश्वा ।
पूश्च पृथ्वी बहुला न उर्वी भवा तोकाय तनयाय शंयोः ॥ ३ ॥

હે અગ્નિ તમે સ્તુત્ય છો. અમારી બધી મુશ્કેલીઓમાંથી તમે સહજરૂપે અમને પાર કરો. અમારું ગામ, અમારી માતૃભૂમિમાં યશ અને સમૃદ્ધિનો વિસ્તાર થાઓ. અન્નોત્પાદન કરનારી અમારી ખેતીની ફળદ્રૂપ જમીન પણ વિસ્તૃત બનો. અમારાં બાળકોને તમે આનંદમય બનાવી દો. (૩)

‘દુર્ગાસૂક્તમ્‌’, શ્લોક : ૨-૩

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.