वेदान्तवेद्यपरतत्त्वसुमूर्तरूपा आद्यन्तमध्यरहिता श्रुतिसारभूता ।
एकाऽद्वया हि परमा प्रकृतिस्त्वमाद्या मातर्विराज सततं मम हृत्सरोजे ॥
मायामनुष्यतनुधारिणि विश्ववन्द्ये लीलाविलासकरि चिन्मयदिव्यरूपे ।
सृष्टिस्थितिप्रलयकारिणि विश्वशक्ते मातर्विराज सततं मम हृत्सरोजे ॥

વેદાંત શાસ્ત્ર દ્વારા જાણી શકાય તેવું પરમતત્ત્વ જેમાં મૂર્તરૂપે રહેલ છે; આદિ-મધ્ય-અંત એવી મર્યાદાથી પર; વેદોના સારભૂતતત્ત્વરૂપ; જે એકમેવાઽદ્વિતીય એવી શ્રેષ્ઠ આદિપ્રકૃતિ છે, એવાં હે મા, દેવી! તમે મારાં હૃદયકમળમાં હંમેશાં વિરાજમાન થાઓ.

પોતાની માયા શક્તિથી મનુષ્ય શરીર ધારણ કરેલ છે, જેઓ સમગ્ર વિશ્વમાં વંદ્ય છે, જેઓ પોતે દિવ્યલીલા-વિલાસ કરે છે, જેમનું સ્વરૂપ જ્ઞાનમય અને દિવ્ય છે, જેઓ સર્વશક્તિયુક્ત તેમજ જગતની ઉત્પત્તિ-સ્થિતિ-લયનું કારણ છે, એવાં હે મા, દેવી! તમે મારાં હૃદયકમળમાં હંમેશાં વિરાજમાન થાઓ…

(‘શ્રીસારદાદેવ્યષ્ટકમ્‌’ શ્લોક, ૩-૪)

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.