स्वदंशस्य ममेशान त्वन्मायाकृतबन्धनम् ।
त्वदंघ्रिसेवामादिश्य परानन्द निवर्तय ।।

હે પરમાનંદ સ્વરૂપ પરમેશ્વર! આપના અંશરૂપ મને આપની ચરણસેવા દર્શાવી આપની માયાએ કરેલું બંધન આપ દૂર કરો.

त्वत्कथामृतपाथोधौ विरहन्तो महामुदः ।
कुर्वन्ति कृतिनः केचिच्चतुर्वर्गं तृणोपमम् ।।

આપની કથારૂપી અર્મતના મહાસાગરમાં વિહાર કરતા અને તેથી જ અત્યંત આનંદમગ્ન રહેતા કેટલાક ભક્તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારેયને તણખલા જેવા ગણે છે.

चरणस्मरण प्रेम्णा तव देव सुदुर्लभम् ।
यथाकथंचिन्नृहरे भूयादहनिर्शम ।।

હે નૃસિંહદેવ! અત્યંત દુર્લભ આપનું ચરણસ્મરણ કોઈપણ રીતે નિત્ય પ્રેમથી મને રહ્યા કરો.

(દશમસ્કંધ(ઉત્તરાર્ધ)ના શ્લોક ૨૧ના આશયરૂપ શ્રીધર કૃત શ્લોક ૭,૮,૧૦)

Total Views: 261

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.