अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते
गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते।
भगवति हे शितिकंठकुटुंबिनि भूरिकुटुम्बिनि भूरिकृते
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते।।1।।

હે ગિરિરાજપુત્રી, પૃથ્વીને આનંદિત કરનારી, વિશ્વને વિનદો કરાવનાર, નંદપુત્રી, ગિરિરાજ વિન્ધ્યના મસ્તક(ટોચ)પર નિવાસકરનારી, વિષ્ણુ ભગવાનને વિલાસિત કરનારી, ઇન્દ્ર જેને નમસ્કાર કરે છે તેવી હે ભગવતિ! નીલકંઠ શિવજીનાં પત્ની, વિશાળ પરિવાર ધરાવનાર, અનેક કાર્ય કરનાર, રમ્ય કેશક્લાપ ધરાવતી હે શૈલપુત્રી મહિષાસુરમર્દિનિ! તારો જયજયકાર હો!

सुरवरवषिर्णि दुर्धरधषिर्णि दुर्मुखमषिर्णि हर्षरते
त्रिभुवनपोषिणि शंकरतोषिणि किल्बिषमोषिणि घोषरते।
दनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते
जय जय हे महषासुर मदिर्नि रम्यकपदिर्नि शैलसुते।।2।।

દેવો પર વરદાન વર્ષાવતી અને દુર્મુખ (રાક્ષસ)નો નાશ કરનારી(અથવા અસાધ્યને પણ સાધ્ય કરનારી, ખરાબ બોલનારને પણ માફ કરનારી,) સદા હર્ષમગ્ન ત્રિભુવનપાલિનિ, શંકરને તુષ્ટ કરનારી, પાપમર્દિની, નિત્ય ઘોષણા કરનારી, દાનવોનો વિધ્વંસ કરનારી, દૈત્યો તરફ રોષ કરનારી, ઉન્માદને દૂર કરનારી હે સાગરતનયા, રમ્ય કેશક્લાપ ધરાવતી હે શૈલપુત્રી મહિષાસુરમર્દિનિ! તારો જયજયકાર હો!

(શ્રી મહિષાસુરમર્દિનીસ્તોત્રમ્)

Total Views: 260

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.