अणोरणीयान्महतो महीयानात्माऽस्य जन्तोनिर्हितो गुहायाम्।
तमक्रतुः पश्यति वीतशोकोधातुसादान्महिमानमात्मनः।।20।।
આ આત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન છે. તે દરેક પ્રાણીમાં (એના પોતાના જ આત્માના રૂપમાં) હૃદયરૂપી ગુફાના ઊંડાણમાં રહેલો છે. જે મનુષ્યે પોતાની બધી કામનાઓ ત્યજી દીધી છે અને પોતાનાં મન તથા ઈંદ્રિયો પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે, તે આત્માની મહત્તાને જોઈ શકે છે. પછી તે બધી ચિંતાઓમાંથી મુક્ત થાય છે.

आसीनो दुरं व्रजति शयानो याति सर्वतः
कस्तं मदामदं देवं मदन्यो ज्ञातुमर्हति।।21।।
આ આત્મા ગતિહીન છે અને છતાં પણ એ ચારે બાજુ ગતિ કરે છે. એટલે કે એ ‘અક્રિય’ છે, છતાં પણ એ અત્યંત ‘સક્રિય’ છે. તે આનંદસ્વરૂપ અને નિરાનંદ સ્વરૂપ – બંને છે. એવા આત્માને મારા સિવાય બીજો ક્યો જાણી – સમજી શકે ?

अशरीरं शरीरेष्वनवस्थेष्ववस्थितम्।
महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति।।22।।
બધાં જ રૂપોમાં આત્મા વિદ્યમાન છે, છતાં પણ પોતે તો અરૂપ જ છે. બધી જ ‘અસ્થાયી’ વસ્તુઓમાં તે એકમાત્ર જ ‘સ્થાયી’ છે. આ આત્મા મહાન અને સર્વવ્યાપક છે. પોતાના આત્માને આ સ્વરૂપવાળા આત્મા તરીકે ઓળખીને સુજ્ઞજન શોકને તરી જાય છે.

(કઠોપનિષદ- અધ્યાય : ૧ વલ્લી : ૨)

Total Views: 276

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.