महितमहाहव वल्लभतल्लिक वल्लितरल्लित भल्लिरते
विरचितवल्लिक पल्लिकमल्लिक झिल्लिकभिल्लिक वर्गवृते ।
श्रुतकृतफुल्ल समुल्लसितारुणतल्लजपल्लव सल्ललिते
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।11।।

સુંદર કેશપાશને ધારણ કરતી, ભગવતી શૈલપુત્રી (મહિષાસુર મર્દનની) યુદ્ધક્રીડામાં કુસ્તીના નિરાળા દાવપેચ જાણતા પહેલવાનોની ટોળી સાથે લઇ (વિરોધીઓ સાથે) મલ્લયુદ્ધ થવાના અવસરે, પોતાના મલ્લોને પ્રોત્સાહિત કરી રહ્યાં હતાં. પોતાની વેલબુટાવાળી વેશભૂષાને ગરોળી, તમરાં વગેરેના આકારોથી શણગારનાર ભીલોથી ઘેરાયેલાં હતાં તે વખતે તમારા દિવ્ય સૌન્દર્યની છટા, લાલ બાલપર્ણાેની પેઠે સુંદર લાગતી હતી જેને છેડે ઉઠાવ આવવાથી સફેદી છાઇ ગઇ હતી, હે ભગવતી આપના એ મહિષાસુર મર્દિનીસ્વરૂપનો વારંવાર જયજયકાર હો !

अविरलगण्डगलन्मदमेदुर मत्तमतङ्गज राजपते
त्रिभुवनभूषण भूतकलानिधि रुपपयोनिधि राजसुते ।
अयि सुदतीजन लालसमानस मोहनमन्मथ राजसुते
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।12।।

ગંડપ્રદેશમાંથી સતત ઝરતા મદથી પુષ્ટ મદોન્મત ગજરાજની અધિપતિ, ત્રણે ભુવનના અલંકાર રૂપ, ભૂતમાત્રની કલાના ભંડારરૂપ, રૂપસાગર સ્વરૂપ હે સજજનોના અતિ ઉત્સુક મનને મોહિત કરનાર કામરૂપી રાજતનયા… તારો જયજયકાર હો !

(શ્રી મહિષાસુરમર્દિનીસ્તોત્રમ્)

Total Views: 161
By Published On: June 1, 2013Categories: Adi Shankaracharya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram