ગદાઈ નવ વર્ષનો હતો. બ્રાહ્મણનો છોકરો એટલે જનોઈ દેવી જોઈએ. બધાં તૈયારીમાં પડ્યાં. બ્રાહ્મણનો દીકરો જનોઈ લે એટલે પહેલી ભિક્ષા આપવાનો અધિકાર તો બ્રાહ્મણ સ્ત્રીને જ મળે. પણ ગદાઈના મનમાં કંઈક બીજી જ વાત હતી. ગદાઈએ તો પોતાનાં દાયણ ધની લુહારણને વચન આપ્યું હતું, ‘પહેલી ભિક્ષા હું તમારી પાસેથી જ લઈશ.’ ગદાઈના જન્મ વખતે બધી સારવાર આ ધનીમાએ જ કરી હતી.

મોટાભાઈ રામકુમારે આનો વિરોધ કરતાં કહ્યું કે બ્રાહ્મણનો દીકરો વળી લુહારણ પાસેથી ભિક્ષા લે ખરો ? ગદાઈ તો પોતાની વાતને વળગી રહ્યો. એણે કહ્યું, ‘જો એમ હોય તો મારે જનોઈ નથી લેવી. હું વચન ન પાળું તો જૂઠાબોલો થાઉં. જૂઠાબોલાને જનોઈ લેવાનો અધિકાર પણ કેવો !’

હવે કરવું શું ? રામકુમારે ડાહ્યા માણસોની સલાહ લીધી. તેમણે કહ્યું કે ગદાઈના કહેવા પ્રમાણે કરવામાં કંઈ વાંધો નથી.

એટલે ગદાઈની ઇચ્છા પ્રમાણે થયું. ધની લુહારણ પાસેથી ભિક્ષા લીધી. ધનીના આનંદનો પાર ન હતો. ગદાઈ ઉપર તો તેને દીકરા જેવું હેત હતું.

આમ, શ્રીરામકૃષ્ણ બાળપણથી જ સત્યનિષ્ઠ, ઉદાર હૃદયના અને નીડર હતા.

Total Views: 50
By Published On: October 1, 2014Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram