विश्वरूपं हरिणं जातवेदसम् परायणं ज्योतिरेकं तपन्तम्।
सहस्ररश्मिः शतधा वर्तमानः प्राणः प्रजानामुदयत्येष सूर्यः।।8।।

પોતાનાં અનેકાનેક કિરણો સાથે સૂર્ય ઊગી રહ્યો છે. એ અનેકાનેક રૂપોમાં દેખાય છે. સમગ્ર સજીવ સૃષ્ટિની એ સંજીવની છે. (એમ વિદ્વાનો સૂર્યના વિષયમાં કહે છે કે) – તે બધે જ ઠેકાણે અને હસ્તી ધરાવતાં બધાં જ રૂપોમાં ઉપસ્થિત રહેલ છે. એટલે તે બધી જ હસ્તીઓનો આધાર છે. એ જ એકમાત્ર પ્રકાશ છે. અને એ જ ગરમી આપનાર છે. (૮)

संवत्सरो वै प्रजापतिस्तस्यायने दक्षिणं चोत्तरं च।
तद्ये ह वै तदिष्टापूर्ते कृतमित्युपासते ते चान्द्रमसमेव लोकमभिजयन्ते।
त एव पुनरावर्तन्ते तस्मादेत ऋषयः प्रजाकामा दक्षिणं प्रतिपद्यन्ते।
एष ह वै रयिर्यः पितृयाणः।।9।।

વરસ એ પ્રજાપતિ છે, એ ‘પ્રજાપતિ’ છે – પ્રાણીઓનો સ્વામી છે. તે બે દિશાઓમાં ફરે છે. દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં. વૈદિક વિધિવિધાનોનું અનુષ્ઠાન કરવામાં જે લોકો હંમેશાં ડૂબેલા રહ્યા કરે છે, તેમ જ જે લોકો જનકલ્યાણનાં અન્ય કાર્યો કરતા રહે છે અને એ કાર્યો માટે ગૌરવ અનુભવે છે તેઓ છેવટે આ ચંદ્રલોકમાં જાય તો છે પણ એ અમુક સમય પૂરતું જ છે. (કારણ કે) તેઓ ત્યારપછી અનિવાર્ય રૂપે આ મર્ત્યલોકમાં પાછા ફરે જ છે. એટલા માટે કામનાવાળા મનુષ્યો દક્ષિણમાર્ગે જાય છે. પિતૃઓના લોક તરફનો એ માર્ગ ‘રયિ’ તરીકે જાણીતો છે. (૯)

(૫્રશ્ન ઉપનિષદ ૧.૮-૯)

Total Views: 379

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.