अथ हैनं भार्गवो वैदभिर्ः पप्रच्छ । भगवन् कत्येव देवाःप्रजां विधारयन्ते कतर एतत् प्रकाशयन्ते कःपुनरेषां वरिष्ठ इति।।1।।

ત્યાર પછી વિદર્ભદેશના ભાર્ગવે તેને (પિપ્પલાદને) પૂછ્યું : ‘હે ભગવન્, ખાસ કરીને કેટલી ઇન્દ્રિયો પ્રાણીના શરીરને ટકાવી શકે છે ? એમાં પણ આ શરીરને કોણ પ્રકાશિત કરે છે ? અને એમાં કોણ સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે ?’

तस्मै स होवाचाकाशो ह वा एष देवो वायुरग्निरापः पृथिवी वाङ्मनश्चक्षुः श्रोत्रंच। ते प्रकाश्याभिवदन्ति वयमेतद्बाणमवष्टभ्य विधारयामः।।2।।

પિપ્પલાદે ભૃગુના પુત્રને કહ્યું : ‘એ દેવ આકાશ છે. વળી, એવી જ રીતે વાયુ, અગ્નિ, જળ, વાણી, મન, આંખો અને કાન પણ છે. આ બધાં અભિમાનપૂર્વક પોતપોતાની શક્તિ વિશે બોલવા લાગ્યાં. તેઓનો એવો દાવો હતો કે તેઓ જ શરીરને શક્તિ આપે છે અને ટકાવી રાખે છે.

(પ્રશ્ન ઉપનિષદ : ૨.૧,૨)

Total Views: 271

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.