देवानामसि वह्नितमः पितॄणां प्रथमा स्वधा ।

ऋषीणां चरितं सत्यमथर्वाङ्गिरसामसि ।।8।।

હે પ્રાણ! યજ્ઞ સમયે દેવોને આપવામાં આવતા બલિદાનોનો તમે શ્રેષ્ઠ અગ્નિ છો. પિતૃઓ માટે પ્રથમ સ્વધા છો. અથર્વાંગિરસ વગેરે ઋષિઓએ અનુભવેલ સત્ય પણ તમે જ છો.

 

इन्द्रस्त्वं प्राण तेजसा रुद्रोऽसि परिरक्षिता ।

त्वमन्तरिक्षे चरसि सूर्यस्त्वं ज्योतिषां पतिः ।।9।।

 

હે પ્રાણ ! તમે બધા પ્રકારનાં તેજ (શક્તિઓ)થી સંપન્ન ત્રણેય લોકના સ્વામી ઇન્દ્ર છો;

તમે જ પ્રલયકાળમાં બધાનો સંહાર કરનાર રુદ્ર છો અને તમે જ બધાનું સારી રીતે યથાયોગ્ય

રક્ષણ કરનાર છો. તમે જ અંતરિક્ષમાં (પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે) વિચરનાર વાયુ છો તથા

તમે જ અગ્નિ, ચંદ્ર, તારા વગેરે બધા જ્યોતિર્ગણોના સ્વામી સૂર્ય છો.

(પ્રશ્ન ઉપનિષદ : ૨.૮,૯)

Total Views: 240

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.