त्वं श्रीस्त्वमीश्वरी त्वं ह्रीस्त्वं बुद्धिर्बोधलक्षणा ।

लज्जा पुष्टिस्तथा तुष्टिस्त्वं शान्तिः क्षान्तिरेव च ।।79।।

તમે જ લક્ષ્મી છો, તમે જ ઈશ્વરી છો, તમે જ હ્રીં એટલે પ્રાણસ્વરૂપવાળાં માયાબીજ છો, તમે જ બોધલક્ષણા બુદ્ધિ છો, તમે જ લજ્જાસ્વરૂપવાળાં અને પુષ્ટિ તથા તુષ્ટિ છો, શાંતિ અને તિતિક્ષા વગેરે ગુણવાળાં તમે જ છો.

 

खड्गिनी शूलिनी घोरा गदिनी चक्रिणी तथा ।

शङ्खिनी चापिनी बाणभुशुण्डीपरिधायुधा ।।80।।

હે દેવી! તમે જ ખડ્ગ, ત્રિશૂળ, ઘણી ભયંકર ગદા, ચક્ર, શંખ, ધનુષ, બાણ, ભોગળ અને ગોફણ વગેરે આયુધોને ધારણ કરનારાં છો.

(શ્રીશ્રીચંડી : ૧.૭૯,૮૦)

Total Views: 247

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.