या ते तनूर्वाचि प्रतिष्ठिता या श्रोत्रे या च चक्षुषि ।

या च मनसि सन्तता शिवां तां कुरु मोत्क्रमीः ।।12।।

અમારી વાણીમાં તમારો જે અંશ રહેલો છે, અમારા શ્રવણમાં જે અંશ વિદ્યમાન છે, અમારા જોવામાં અને વિચારમાં જે અંશ છે અને સમગ્ર રીતે મનનાં વિવિધ કાર્યોમાં જે અંશ છે, તે બધાને તમે મંગલકારી બનાવો. અને કૃપા કરીને મને છોડશો નહિ.

 

प्राणस्येदं वशे सर्वं त्रिदिवे यत्प्रतिष्ठितम् ।

मातेव पुत्रान् रक्षस्व श्रीश्च प्रज्ञां च विधेहि न इति ।।13।।

જે કંઈ અસ્તિત્વમાં છે, તે બધું પ્રાણના કાબૂમાં છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે જેવી રીતે માતા પોતાના પુત્રોનું રક્ષણ કરે છે, તેવી રીતે એ પ્રાણ અમારું રક્ષણ કરો. અમે એવી પણ પ્રાર્થના કરીએ છીએ કે તે અમને સૌભાગ્યપૂર્ણ સમૃદ્ધિ અને સદ્બુદ્ધિ પણ આપે.

 

(પ્રશ્ન ઉપનિષદ – ૨.૧૨-૧૩)

Total Views: 215

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.