अथ हैनं कौसल्यश्चाश्वलायनः पप्रच्छ। भगवन् कुत एषः प्राणो जायते कथमायात्यस्मिञ्शरीर आत्मानं वा प्रविभज्य कथं

प्रातिष्ठते केनोत्क्रमते कथं बाह्यमभिधत्त्ो कथमध्यात्ममिति ।।1।।

ત્યાર પછી અશ્વલના પુત્ર કૌસલ્યે (ઋષિ પિપ્પલાદને) પૂછ્યું : ‘હે ભગવન્, આ પ્રાણ ક્યાંથી

આવે છે ? એ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે ? કેવી રીતે એ પોતાના વિભાગો કરીને આ શરીરમાં

કાર્ય કરે છે ? અને આ શરીરમાંથી બહાર નીકળવા માટે તે કઈ વ્યૂહરચના ઘડે છે ?

પ્રાણીઓ અને પદાર્થાે જેવી બાહ્ય વસ્તુઓને એ કેવી રીતે ટકાવી રાખે છે ?

શરીરગત અંદરનાં તત્ત્વોને પણ તે કેવી રીતે ટકાવી રાખે છે ? (જ્ઞાનેન્દ્રિયો વગેરેને).

 

तस्मै स होवाचातिप्रश्नान् पृच्छसि ब्रह्मिष्ठोऽसीति तस्मात्त्ोऽहं ब्रवीमि ।।2।।

ઋષિ પિપ્પલાદે કૌસલ્યને કહ્યું : ‘તારા પ્રશ્નોનો વિષય ઘણો અઘરો છે. છતાં પણ તું બ્રહ્મમાં ખૂબ જ નિષ્ઠાવાળો છે તેથી હું તારા પ્રશ્નોના ઉત્તરો આપીશ.

(પ્રશ્ન ઉપનિષદ – ૩.૧-૨)

Total Views: 205

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.