सर्ववेदांतसिद्धांतगोचरं तमगोचरम् ।
गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम् ।।1।।

મનવાણીથી જાણવા અશક્ય છતાં સર્વ વેદાંતના સિદ્ધાંતથી જેમને જાણી શકાય છે, એ પરમાનંદ સ્વરૂપ સદ્ગુરુ શ્રીગોવિંદને હું પ્રણામ કરું છું.

जंतूनां नरजन्म दुर्लभमतः पुंस्त्वं ततो विप्रता
तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्त्वमस्मात्परम् ।
आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थिति-
र्मुक्तिर्नो शतजन्मकोटिसुकृतैः पुण्यैविर्ना लभ्यते ।।2।।

પહેલાં તો પ્રાણીઓ માટે મનુષ્ય જન્મ દુર્લભ છે; એમાંય પુરુષ થવું અને બ્રાહ્મણપણું મેળવવું મુશ્કેલ છે. બ્રાહ્મણ થયા પછી વેદ ધર્મને અનુસરવું અને પછી શાસ્ત્રનિપુણ-વિદ્વાન બનવું એ એનાથી કઠિન છે. ત્યાર પછી આત્મા અને અનાત્માનું પૃથક્કરણ(ચેતન અને જડનું ભેદજ્ઞાન), ખરો અનુભવ, આત્મા પોતે બ્રહ્મરૂપ છે, એ સમજ્યા પછીની સ્થિતિ અને મુક્તિ- એ તો કરોડો જન્મોનાં પુણ્ય વિના મળતાં નથી.

दुर्लभं त्रयमेवैतद्देवानुग्रहमेतुकम् ।
मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ।।3।।

આ ત્રણ વસ્તુ મેળવવી ખરેખર દુર્લભ છે અને જે પ્રભુકૃપાથી જ પ્રાપ્ત થાય છે; તે આ છે મનુષ્યત્વ, મુુમુક્ષુત્વ અને પૂર્ણજ્ઞાની મહાપુરુષોનો સંશ્રય.

Total Views: 289

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.