(અનુવાદક : કુસુમબહેન પરમાર)

12-01-1960

મહારાજ – નેતાનો અભાવ બધે જ છે. સમગ્ર ભારતમાં નેતા નથી. આપણા દેશના નેતાઓ બીજાને નોકર માને છે. બધા સાથે હળીમળીને, બધા સાથે સલાહસૂચન કરીને, બધા સાથે પરામર્શ કરીને કામ કરવું, એ તો જાણે તેમની કુંડળીમાં નથી. કેવળ પાછળથી નિંદા કરે. સ્વામીજી વારંવાર ભારપૂર્વક ાફિભશિંભફહ ૂશતમજ્ઞળ (વ્યવહારુ ડહાપણ) એમ કહે છે. કામ કરવા જતાં પ્રાપ્ત થતો અનુભવ ન હોવાથી આવું ૂશતમજ્ઞળ-ડહાપણ હોતું નથી. મુર્શિદાબાદમાં આવીને મારી આંખો ખૂલી ગઈ. બધું કેવળ હાલવું-ચાલવું નહીં, ઘરમાં બેઠો રહે ! પરિણામે મોટેભાગે પરિપક્વતા મરી જાય- ‘નહિ ઘરના, નહિ ઘાટના’ થઈ જાય છે. મા કંઈક આવું જ કહે છે, ‘બેટા, કામકાજ લક્ષ્મી છે.’ તેથી માણસ કામ કરે તો દોષવૃત્તિઓ ઓછી થાય. મોટા મોટા જમીનદારો બેઠા બેઠા ખાય અને આળસુ થઈ જાય. સંસારથી અજાણ અને અકુશળ રહે. કોઈ એક ખાસ સજ્જનના ઘરમાં નોકર બજારે જતો. જે વસ્તુ લઈ આવે, તે બધું તે સજ્જનને ખાવું પડતું. મારી સાથે તે સજ્જન હળ્યા-ભળ્યા પછી પોતાના ખભા પર થેલી લઈને બજારની વસ્તુઓ લાવવા માંડ્યા. પોતાના પુત્રને નિશાળે મોકલતા ત્યારે નોકર પાછળ-પાછળ ચોપડા લઈને જતો. છોકરાને ખવડાવી-ખવડાવી એવો કર્યોં કે તે માંદો પડ્યો અને છ મહિના સુધી બાર્લિ ખાઈને રહેવું પડ્યું. તેને કેવળ ડાલ્ડાની વસ્તુ ખવડાવતા. ખબર ન હતી કે ડાલ્ડા ખરાબ.

જુઓ, તમને એક ખૂબ જરૂરી વાત કહું છું. રામકૃષ્ણ મિશનમાં જો સંન્યાસી થવા ઇચ્છતા હો તો વહેલી સવારે ત્રણ કે સાડા ત્રણ વાગે ઊઠવાની ટેવ પાડૉ. આપણામાંથી સહજપણે તો ‘હું’ પદ જાય નહિ. ફરી-ફરી ‘હું આ વિષયમાં ઉત્તીર્ણ છું, અમુક ઘરનો દીકરો છું’ આ બધું આવે. આ બધું ભૂલવા માટે આત્મવિકાસ કરવો પડે. માત્ર ‘ભણી રહ્યો છે તો ભણી જ રહ્યો છે’, આવા શિક્ષણથી શું તેનાથી ઉન્નતિ થાય ?

સેવક – મહારાજ, અમારે શું ધ્યાનયોગનો અભ્યાસ કરવો યોગ્ય છે ?

મહારાજ – કેવળ રાજયોગનો અભ્યાસ કરવાથી પ્રાણ ઉપર અનંત ભજ્ઞક્ષિજ્ઞિંહ (સંયમ) આવે, પરિણામે તે એકસાથે પાંચ અલગ-અલગ કાયા ધારણ કરી શકે છે. એનો ઉદૃેશ્ય એ કે દેહની બહાર જવાનું નહિ, દેહની અંદરથી ભોગ કરવાનો. મુમુક્ષુ દેહની પાર જાય, તેને ચાર કોષ છોડવા પડે. આપણા માટે વધારે પડતી તપશ્ર્ચર્યા સારી નહિ. તેથી મધ્યમ પંથ છે. મેં જ્યાં આશ્રમ શરૂ કર્યો હતો ત્યાં ક્યારેક 7 હાથની ધોતી પહેરતો હતો. ભદ્રસમાજના છોકરાઓના આગમન પછી બેઠક તૈયાર કરાવી, વાંસના બદલે લાકડાનું મકાન બન્યું. ત્યાં સ્ત્રીઓનો પ્રવેશ-નિષેધ હતો. પરંતુ બહારના લોકો આવે ત્યારે હું બહારના ઓરડામાં બેસીને તેમની સાથે વાતચીત કરતો- બ્રહ્મચારીઓ મળી શકતા નહિ. આપણા મિશનમાં જે આટલું મુક્ત સામૂહિક વાતાવરણ છે, તે એક રીતે સારું છે. પુરાણા બધા મઠમાં જે બધાં અન્યાય કર્મ થતાં, સાંભળો તો કાનમાં આંગળી નાખી ભાગી જશો. અહીં બધાની સામે હરવું-ફરવું પડે, તેથી બધાને જ સંયમમાં રહેવું પડે.

સ્વામી વિવેકાનંદ સાથે લોકમાન્ય તિલકની વાતચીત થઈ હતી. તિલકે પણ કહ્યું હતું કે કામકાજ સૌ પ્રથમ ન કરે તો કંઈ જ બરાબર થાય નહિ. હવે તો ઘણા ખરા સંઘના સંન્યાસીઓ પણ કર્મનો સ્વીકાર કરે છે.

બુદ્ધિહીન લોકોને ઉત્સાહિત કરવાથી ખાસ કંઈ ન વળે અને હું બધાને પ્રેરણા ન આપું. કોઈ કોઈને સાધુ થવા માટે નિરુત્સાહી કરું. જોઉં કે તેનામાં સાધુભાવ લગારેય નથી.

સેવક – અન્ય અવતારની સરખામણીમાં ઠાકુરની શી વિશિષ્ટતા છે?

મહારાજ – ઠાકુરમાં જે વિશેષતા જોવા મળે છે, તે બીજે ક્યાંય જોવા નથી મળતી. સ્વામી બ્રહ્માનંદ સગુણ, સ્વામીજી નિર્ગુણ બ્રહ્મ સુધી જઈ શકતા અનેે ઠાકુર સ્વયં નિર્ગુણ બ્રહ્મ છે. જેઓ તેમની પાસે ગયા, તેમને જોયા તેઓ મુગ્ધ થયા છે. હમણાં વાતચીત કરી રહ્યા છે, વળી બોલતાં બોલતાં ક્યાંય ચાલ્યા જાય, વળી પાછા આવે, ફરી ચાલ્યા જાય ! આટલો બધો પ્રકાશ બીજા કોઈ અવતારમાં જોવા મળતો નથી. શ્રીકૃષ્ણના પણ યોગના ઉપદેશ બે-એક જ્ગ્યાએ છે, પરંતુ એટલા પ્રકટ નથી. તેમની સાથે જેઓ હતા, તેઓ કંઈ સમજી શક્યા નહિ. કદાચ એટલું પ્રકટ કરવાની જરૂરત ન હતી.

અગાઉના અવતારોમાં કોઈ ભક્તિ, કોઈ કર્મ, કોઈ દયા, કોઈ જ્ઞાન ધરાવતા હતા પરંતુ ઠાકુરમાં બધું જ મુખ્ય હતું ! શ્રીકૃષ્ણમાં કર્મ, બુદ્ધમાં દયા, ચૈતન્યમાં ભક્તિ, શંકરાચાર્યમાં જ્ઞાન; પરંતુ ઠાકુરમાં બધું જ. કર્મમાં કેવી શક્તિ! ઘેર-ઘેર ફરીને મોટેથી કહે છે: કોણ ક્યાં છો? આવો. તે ઉપરાંત તે પહેલાં એવાં કોઈ છાપખાનાં ન હતાં કે બધો જ રેકોર્ડ રાખી શકાય. વ્યાસદેવની કૃપાથી તો ભગવાન શ્રીકૃષ્ણને જાણી શકાય છે અને બાકીના બીજા બધાની વાતો ઘણા સમય પછી લખાઈ છે. ઠાકુરજીનું જેવું ચિત્ર જોવા મળે છે, તેવું બીજા કોઈ અવતારમાં જોવા નથી મળતું. આ વખતે સમાજની આવશ્યકતા અનુસાર અવતારે આટલું વિશેષ અભિવ્યક્ત થવું પડ્યું. એટલા માટે તો અવતારવરિષ્ઠ છે.

સેવક – શ્રી ચૈતન્ય અને ઠાકુરજીમાં કર્મ ક્યાં છે ?

મહારાજ – શ્રી ચૈતન્યદેવે સમગ્ર ભારતનું પરિભ્રમણ કર્યું. આ સિવાય તેમના જીવનમાં જે ભક્તિનું પૂર આવ્યું હતું તેનાથી તો સંપૂર્ણ ભારત વ્યાપ્ત છે. તેમની મહાસમાધિ પછી કેટલાક મહાપુરુષોની વાતો સાંભળવામાં આવી ! ઠાકુરજીના આગમનથી જ ફરી પાછું બ્રાહ્મણત્વ જાગી ઊઠ્યું છે. કેટલાં વિશ્વવિદ્યાલય અને વિદ્યાલયની સ્થાપના થઈ રહી છે ! બધાંના ઉત્કર્ષનો સુઅવસર આવ્યો છે.

17-1-1960

શ્રીરામકૃષ્ણ કથામૃતનો પાઠ થઈ રહ્યો છે. ઠાકુરજી મા કાલીના ભાવમાં વરાભય મુદ્રામાં વિરાજમાન છે.

મહારાજ –  આ પહેલાં કોઈ અવતારમાં પણ આવું જોવા નથી મળ્યું. ઠાકુરજીના પ્રત્યેક સમાધિસ્થ ચિત્રમાં જ વરાભય મુદ્રા છે. પછીથી જાણી શકશો. પહેલાં હું ગોવિંદજીની પૂજા કરતો હતો. પછીથી શ્રી ચૈતન્ય-ચરિતામૃત વાંચીને મુગ્ધ થઈ ગયો. પરંતુ અંતમાં શ્રીરામકૃષ્ણ કથામૃત વાંચતો, તે જ સર્વશ્રેષ્ઠ લાગ્યું.

18-1-1960

‘સ્વામી વિવેકાનંદના સાંનિધ્યમાં’ નામના પુસ્તકમાં કૃપાની વાત વાંચવામાં આવે છે. મહારાજે સાંભળીને કહ્યું, ‘કૃપાની બાબતમાં આ જ અંતિમ વાત અને સૌથી સુંદર વાત છે. જે લોકો સાધન-ભજન ન કરીને ‘કૃપા કૃપા’ કરતા રહે છે, તેઓ પલાયનવાદી મનોવૃત્તિના છે. જો ખરેખર જ કોઈ કૃપા પર નિર્ભર બનીને રહે છે, તો તે ઇષ્ટચિંતનમાં તન્મય બનીને રહેશે. જો તેમને પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા નહિ હોય તો તેઓની કૃપા પર નિર્ભર રહેવાનો પ્રશ્ન જ થતો નથી. જે લોકો સાધુ થશે, તેઓમાં ઈશ્વરને પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા થશે અને ઈશ્વર પ્રત્યે પ્રેમનું આકર્ષણ થશે. એમ ન થાય તો, નૈષ્ઠિક બ્રહ્મચારી રહેવું એનાથી સારું છે.’          (ક્રમશ:)

Total Views: 319

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.