अमृतत्वस्य नाशास्ति वित्त्ोनेत्येव हि श्रुतिः ।
ब्रवीति कर्मणो मुक्तेरहेतुत्वं स्फुटे यतः ।।7।।

શાસ્ત્રો કહે છે કે કર્મ, ધન અને સંતતિથી અમરત્વ પ્રાપ્ત કરી શકાતું નથી, એ તો ત્યાગથી જ પ્રાપ્ત કરી શકાય છે. એટલે આ વાત સ્પષ્ટ છે કે કર્મ આપણને મુક્તિ અપાવી શકતું નથી.

अतो विमुक्त्यै प्रयतेत विद्वान्,संन्यस्तबाह्यार्थसुखस्पृहस्सन् ।
सन्तं महान्तं समुपेत्य देशिकं, तेनोपदिष्टार्थसमाहितात्मा ।।8।।

એટલે જ સાચા જ્ઞાની માણસે બાહ્ય પદાર્થાેમાંથી મળતાં સુખાનંદ માટે તલસવું છોડી દેવું જોઈએ અને મુક્તિ માટે ભારે મથામણ કરવી જોઈએ. આવા વિદ્વાને ઉમદા અને ઉચ્ચ આત્માવાળા ગુરુને શોધવા જોઈએ અને એ ગુરુએ શીખવેલા (મુક્તિપ્રાપ્તિના) સત્યમાં તનમનહૃદયથી ડૂબી જવું જોઈએ.

उद्धरेदात्मानात्मानं मग्नं संसारवारिधौ ।
योगारूढत्वमासाद्य सम्यग्दर्शननिष्ठया ।।9।।

આવા મુમુક્ષુ સૂક્ષ્મ અને સાચી વિવેકબુદ્ધિ પર શ્રદ્ધા રાખીને બ્રહ્મ સાથે એકાત્મ સાધવાની ઊંચાઈએ પહોંચી શકે. ‘આત્મન્’ની શક્તિથી આ દુન્યવી વિશાળ જળસાગરમાં ડૂબેલા પોતાના આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ.

Total Views: 353

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.