संन्यस्य सर्वकर्माणि भवबन्धविमुक्तये ।
यत्यतां पण्डितैर्धीरैरात्माभ्यास उपस्थितैः ।।10।।

ધીર અને વિદ્વાન સાધકે -વેદાંતમાં કહેલ આત્માનાં શ્રવણ, મનન વગેરેનો- અભ્યાસ
આરંભ કર્યા પછી બધાં (સકામ)કર્મોને ત્યજીને જન્મમૃત્યુરૂપી ભવબંધનમાંથી
મુક્ત થવા માટે પ્રયત્ન કરવો જોઈએ.

चित्तस्य शुद्धये कर्म न तु वस्तूपलब्धये ।
वस्तुसिद्धिविर्चारेण न किंचित्कर्मकोटिभिः ।।11।।

નિષ્કામ કર્મ દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, પણ તેનાથી ચિત્તની માત્ર શુદ્ધિ થાય છે. આત્માનુભૂતિ તો કરોડો વર્ષોનાં કર્મોથી થતી નથી, પરંતુ એ તો કેવળ વિવેકવિચારથી થાય છે.

सम्यग्विचारतः सिद्धा रज्जुतत्त्वावधारणा ।
भ्रान्तोदितमहासर्पभयदुःखविनाशिनी ।।12।।

ઉચિત વિવેકવિચારથી પેલી દોરડીના વાસ્તવિકરૂપની ધારણા થઈ શકે છે, જેમાં સાપની ભ્રમણા હોવાને કારણે આ મહાન ભય અને દુ :ખ ઉત્પન્ન થયાં છે.

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.