नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:। नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम् ॥

દેવીને નમસ્કાર, મહાદેવી શિવાને સતત નમસ્કાર, ભદ્રા પ્રકૃતિને નમસ્કાર, નિયમપૂર્વક લળી લળીને અમારા નમસ્કાર.

रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नम: । ज्योत्स्नायै चेन्दुरुपिण्यै सुखायै सततं नम: ॥ રૌદ્રાને, નિત્યાને નમસ્કાર, ગૌરી ધાત્રીને નમસ્કાર, જ્યોત્સ્નાને નમસ્કાર, ચંદ્રરૂપાને નમસ્કાર, સુખાને સદૈવ નમસ્કાર.

कल्याण्यै प्रणतां वृद्धयै सिद्धयै कुर्मो नमो नम: । नैर्ऋत्यै भूभृतां लक्ष्म्यै शर्वाण्यै नमो नम: ॥

સિદ્ધરૂપાને, શરણાગતનું કલ્યાણ કરનારીને નમસ્કાર. નૈઋર્તીને, રાજલક્ષ્મીને, શિવપત્ની શર્વાણીને નમસ્કાર.

दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै । ख्यात्यै तथैव कृष्णायै धूम्रायै सततं नम: ॥

દુર્ગાને, દુર્ગપારાને(દુર્ગમ સંકટોમાંથી પાર કરનાર), સારાને, સર્વકારિણીને, ખ્યાતિને, કૃષ્ણાને, ધૂમ્રાને નમસ્કાર.

अतिसौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नम: । नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नम: ॥

અતિસૌમ્ય, અતિરૌદ્ર દેવીને અમારા નમસ્કાર. જગતના આધારરૂપ દેવીને નમસ્કાર, નમન હો એ કૃતિને.

या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં વિષ્ણુમાયા નામે ઓળખાય છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં ચેતના નામે ઓળખાય છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં બુદ્ધિરૂપે  રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં નિદ્રારૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં ક્ષુધારૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં છાયારૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં શક્તિરૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં તૃષ્ણારૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં ક્ષાન્તિ(ક્ષમા)રૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં જાતિરૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં લજ્જારૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં શાન્તિરૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં શ્રદ્ધારૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં કાન્તિરૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં લક્ષ્મીરૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં વૃત્તિરૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં સ્મૃતિરૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં દયારૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં તુષ્ટિરૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં માતારૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રમાં ભ્રાન્તિરૂપે રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

इन्द्रियाणामधिष्ठात्री भूतानां चाखिलेषु या । भूतेषु सततं तस्यै व्याप्तिदेव्यै नमो नम: ॥

જે દેવી પ્રાણીમાત્રની ઇન્દ્રિયોની અધિષ્ઠાત્રી છે અને જે સકળ ભૂતોમાં વ્યાપ્ત છે તે વ્યાપ્તિને નમસ્કાર હો.

चितिरूपेण या कृत्स्नमेतद् व्याप्य स्थिता जगत् । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

જે દેવી ચિતિ(ચૈતન્ય)રૂપે સમસ્ત જગતને વ્યાપી રહી છે, તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.

स्तुता सुरै: पूर्वमभीष्टसंश्रयात्तथा सुरेन्द्रेण दिनेषु सेविता । करोतु सा न: शुभहेतुरीश्वरी शुभानि भद्राण्यभिहन्तु चापद: ॥

પૂર્વે પોતાનું ઇચ્છિત સિદ્ધ થવાથી દેવોએ જેની સ્તુતિ કરી હતી અને દેવરાજ ઇન્દ્રે કેટલાયે દિવસો સુધી જેની સેવા કરી હતી, તે શુભહેતુ ઈશ્વરી અમારાં કલ્યાણ-મંગલ કરો, અમારી આપત્તિઓને હણી નાખો.

(‘ચંડીપાઠ’ અધ્યાય – 5, શ્ર્લોક 9 થી 81 – પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ)

Total Views: 255

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.