शास्त्रस्य गुरूवाक्यस्य सत्यबुद्ध्यवधारणम् ।
सा श्रद्धा कथिता सद्भिर्यया वस्तूपलभ्यते ।।25।।

શાસ્ત્રો તથા ગુરુના ઉપદેશ અક્ષરશ : સત્ય છે,
આવી નિશ્ચયાત્મિકા બુદ્ધિને સંતવૃંદ ‘શ્રદ્ધા’ કહે છે.
એના દ્વારા ‘વસ્તુ’ અર્થાત્ આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે.

सर्वदा स्थापनं बुद्धेः शुद्धे ब्रह्मणि सर्वदा ।
तत्समाधानमित्युक्तं न तु चित्तस्य लालनम् ।।26।।

પોતાની બુદ્ધિને કેવળ વેદાંતની ચર્ચામાં લગાડીને તૃપ્તિ પામવી એટલું જ નહીં,
પરંતુ તેને સર્વદા સર્વપ્રકારે શુદ્ધ બ્રહ્મમાં લગાડી રાખવી, એને ‘સમાધાન’ કહે છે.

अहंकारादिदेहान्तान् बन्धानज्ञानकल्पितान् ।
स्वस्वरूपावबोधेन मोक्तुमिच्छा मुमुक्षुता ।।27।।

જીવના અહંકારથી માંડીને સ્થૂળ શરીર સુધીનાં બધાં બંધન અજ્ઞાનથી ઉત્પન્ન થયાં છે.
પોતાના સ્વરૂપના જ્ઞાન દ્વારા એમાંથી મુક્ત થવાની તીવ્ર ઇચ્છાને ‘મુમુક્ષા’ કહે છે.

Total Views: 193

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram