मोक्षकारणसामग्र्यां भक्तिरेव गरीयसी ।
स्वस्वरूपानुसन्धानं भक्तिरित्यभिधीयते ।।31।।

મોક્ષપ્રાપ્તિનાં સાધનોમાં ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે.
પોતાના વાસ્તવિક સ્વરૂપની શોધનાને ભક્તિ કહે છે.

स्वात्मतत्त्वानुसन्धानं भक्तिरित्यपरे जगुः ।
उक्तसाधनसंपन्नस्तत्त्वजिज्ञासुरात्मनः ।
उपसीदेद्गुरुं प्राज्ञं यस्माद्बन्धविभोक्षणम् ।।32।।

બીજા લોકોએ પોતાના આત્માના તત્ત્વની શોધનાને ભક્તિ કહી છે.
પૂર્વોક્ત (ચાર) સાધનોથી યુક્ત અને તત્ત્વને જાણવાની ઇચ્છા ધરાવતો
વ્યક્તિ જ્ઞાની ગુરુ પાસે જાય તો તેને ભવબંધનથી મુક્ત કરી દે છે.

श्रोत्रियोऽवृजिनोऽकामहतो यो ब्रह्मवित्तमः ।
ब्रह्मण्युपरतः शान्तो निरिन्धन इवानलः ।
अहेतुकदयासिन्धुर्बन्धुरानमतां सताम् ।।33।।

એવા ગુરુ પાસે જાય કે જે વેદ શાસ્ત્રના જ્ઞાતા, નિષ્પાપ, કામનાશૂન્ય,
બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, બ્રહ્મચિંતનમાં શ્રેષ્ઠ, ઈંધણ સમાપ્ત થયેલ અગ્નિ જેવા શાંત,
અહેતુક દયાસિંધુ અને વિનમ્ર સજ્જનોના મિત્ર હોય.

Total Views: 220

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram