तमाराध्य गुरुं भक्त्या प्रह्वप्रश्रयसेवनैः ।
प्रसन्नं तमनुप्राप्य पृच्छेज्ज्ञातव्यमात्मनः ।।34।।
એવા ગુરુની ભક્તિપૂર્વક પ્રણામ, નમ્રતા તથા સેવા દ્વારા
આરાધના કરીને સંતુષ્ટ કરે અને હાથ જોડીને તેમની સન્મુખ ઉપસ્થિત
રહીને પોતાના જ્ઞાતવ્ય વિષય વિશે એમને પૂછે.
स्वामिन् नमस्ते नतलोकबन्धो कारुण्यसिन्धो पतितं भवाब्धौ ।
मामुद्धरात्मीयकटाक्षदृष्ट्या ॠज्व्यातिकारुण्यसुधाभिवृष्ट्या ।।35।।
હે સ્વામી, હે ૫્રણત-દીનજનોના બંધુ, હે કરુણાસિંધુ !
આપને મારા પ્રણામ છે. ભવસાગરમાં પડેલા એવા મારા પર
કરુણાની વૃષ્ટિ કરનાર આપ પ્રત્યક્ષ દૃષ્ટિ કરીને મારો ઉદ્ધાર કરો.
दुर्वारसंसारदवाग्नितप्तं दोधूयमानं दुरदृष्टवातैः ।
भीतं प्रपन्नं परिपाहि मृत्योः शरण्यमन्यद्यदहं न जाने ।।36।।
આ સંસારરૂપી વનની દુર્નિવાર્ય દાવાગ્નિથી દગ્ધ, દુર્ભાગ્યરૂપી આંધિથી
ભયંકર રીતે કંપાયમાન, મૃત્યુના ભયથી શરણાગતની રક્ષા કરો, કારણ કે
શરણ લેવા યોગ્ય આપના સિવાય બીજા કોઈને પણ હું જાણતો નથી.
Your Content Goes Here