धन्योऽसि कृतकृत्योऽसि पावितं ते कुलं त्वया ।
यदविद्याबन्धमुक्त्या ब्रह्मीभवितुमिच्छसि ।। 50 ।।

ગુરુએ કહ્યું : તું ધન્ય છો, તું કૃતકૃત્ય છો; તારે કારણે તારું કુળ પવિત્ર બન્યું,
કારણ કે તું અવિદ્યાના બંધનમાંથી મુક્ત થઈને પોતાના બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા ઇચ્છુક છો.

ॠणमोचनकर्तारः पितुः सन्ति सुतादयः ।
बन्धमोचनकर्ता तु स्वस्मादन्यो न कश्चन ।। 51 ।।

ગુરુએ કહ્યું : પિતાને ઋણમાંથી મુક્ત કરનાર પુત્ર વગેરે હોઈ શકે છે; પરંતુ અવિદ્યામય સંસારના બંધનમાંથી મુક્ત કરનાર તો પોતાના સિવાય બીજું કોઈ હોતું નથી.

मस्तकन्यस्तभारादेर्दुःखमन्यैनिर्वार्यते ।
क्षुधादिकृतदुःखं तु विना स्वेन न केनचित् ।। 52 ।।

માથા પર રાખેલા બોજા વગેરેથી થતાં દુ :ખકષ્ટમાંથી બીજા લોકો મુક્ત કરી શકે છે; પરંતુ ભૂખ, તરસ જેવામાંથી ઉત્પન્ન થયેલ દુ :ખ પોતાના સિવાય બીજું કોઈ દૂર કરી શકતું નથી.

Total Views: 333

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.