यस्त्वयाद्य कृतः प्रश्नो वरीयाञ्छास्त्रविन्मतः ।
सूत्रप्रायो निगूढार्थो ज्ञातव्यश्च मुमुक्षुभिः ।।67।।

આજે તમે જે પ્રશ્ન પૂછ્યો તે (આ અગાઉ ૪૯મા શ્લોકમાં આત્માનું બંધન, તેની મુક્તિ, વિવેકપ્રાપ્તિ,
પરમાત્મા અને અનાત્મા વિશેનો શિષ્યનો પ્રશ્ન હતો.) ઉત્તમ શાસ્ત્રજ્ઞો દ્વારા સમર્થિત, સંક્ષિપ્ત,
ગંભીર તાત્પર્યવાળો અને મુમુક્ષુએ જાણવા યોગ્ય છે.

श्रुणुष्वावहितो विद्वन्यन्मया समुदीर्यते ।
तदेतच्छ्रवणात्सद्यो भवबन्धाद्विमोक्ष्यसे ।।68।।

હે વિદ્વાન શિષ્ય, હવે હું જે કહું છે તે ધ્યાન દઈને સાંભળ, કારણ કે
તે સાંભળીને તું તત્કાલ ભવબંધનમાંથી મુક્ત થઈ જઈશ.

मोक्षस्य हेतुः प्रथमो निगद्यते वैराग्यमत्यन्तमनित्यवस्तुषु ।
ततः शमश्चापि दमस्तितिक्षा न्यासः प्रसक्ताखिलकर्मणां भृशम् ।।69।।

બધા અનિત્ય વિષયો પ્રત્યેના તીવ્ર વૈરાગ્યને મોક્ષપ્રાપ્તિનું પ્રથમ કારણ (ઉપાય) બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી શમ, દમ, તિતિક્ષા તથા શ્રુતિવિહિત સકામ કર્મોના સંપૂર્ણ ત્યાગને તેનો ઉપાય બતાવવામાં આવ્યો છે.

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.