ततः श्रुतिस्तन्मननं सतत्त्वध्यानं चिरं नित्यनिरन्तरं मुनेः।
ततोऽविकल्पं परमेत्य विद्वानिहैव निवार्णसुखं समृच्छति ।।70।।

ત્યાર પછી મનનશીલ સાધક-મુનિએ ગુરુ પાસેથી આત્માના સ્વરૂપ વિશે વેદાંતનાં મહાવાક્ય સાંભળવાં જોઈએ. ત્યાર પછી તેનું મનન કરવું જોઈએ અને ત્યાર બાદ દીર્ઘકાળ સુધી નિત્ય નિરંતર એ આત્માનું ધ્યાન કરવું જોઈએ. ત્યાર બાદ વિદ્વાન સાધક નિર્વિકલ્પ પરબ્રહ્મને પ્રાપ્ત કરીને આ જીવનમાં નિર્વાણનું સુખ અનુભવે છે.

यद्बोद्धव्यं तवेदानीमात्मानात्मविवेचनम् ।
तदुच्यते मया सम्यक् श्रुत्वात्मन्यवधारय ।।71।।

આત્મા તથા અનાત્મા વચ્ચેના ભેદને તારે વિચારપૂર્વક સમજવાની આવશ્યકતા છે, એ જ વાત હું કહું છું.
એને બરાબર ધ્યાનથી સાંભળીને પોતાના ચિત્તમાં દૃઢતાથી ધારણ કર.

मज्जास्थिमेदःपलरक्तचर्मत्वगाह्वयैर्धातुभिरेभिन्वितम् ।
पादोरुवक्षो भुजपृष्ठमस्तकैरङ्गैरुपाङ्गैरुपयुक्तमेतत् ।।72।।

મજ્જા, અસ્થિ, મેદ, માંસ, રક્ત, ચર્મ કે ત્વચા નામની ધાતુઓથી જોડાયેલ
પગ, જાંઘ, છાતી, હાથ, પીઠ, માથું આ બધાં અંગો અને ઉપાંગો (છે).

Total Views: 294

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.