एषाऽऽवृत्तिर्नाम तमोगुणस्य शक्तिर्यया वस्त्ववभासतेऽन्यथा ।
सैषा निदानं पुरुषस्य संसृतेविर्क्षेपशक्तेः प्रवणस्य हेतुः ।।113।।

જેના દ્વારા વસ્તુ જેવી છે, તેવી જ જણાતી નથી, તે તમોગુણની ‘આવૃત્તિ’ અથવા
‘આવરણ’ નામની શક્તિ છે. આ આવરણશક્તિ જ વ્યક્તિને સંસારમાં આવાગમનનું કારણ છે
અને (રજોગુણથી ઉદ્ભૂત) વિક્ષેપશક્તિ કર્મમાં પ્રવૃત્તિનું કારણ છે.

प्रज्ञावाननपि पण्डितोऽपि चतुरोऽप्यत्यन्तसूक्ष्मात्मदृग्-
व्यालीढस्तमसा न वेत्ति बहुधा सम्बोधितोऽपि स्फुटम् ।
भ्रान्त्यारोपितमेव साधु कलयत्यालम्बते तद्गुणान्
हन्तासौ प्रबला दुरन्ततमसः शक्तिर्महत्यावृत्तिः ।।114।।

મેધાવી, શાસ્ત્રજ્ઞ, વ્યાવહારિક બુદ્ધિથી સંપન્ન અને અત્યંત સૂક્ષ્મ આત્માનાં લક્ષણ જાણવા છતાંય, અનેક રીતે સમજાવવામાં આવ્યા છતાંય તમોગુણની શક્તિથી અભિભૂત થવાને કારણે વ્યક્તિ (આત્માને) અસંદિગ્ધરૂપે જાણી શકતો નથી. ભ્રાન્તિને વશીભૂત થઈને આરોપિત (મિથ્યા દેહ-ગેહ આદિ) પદાર્થાેને સત્ય તથા સુખદ જાણે છે. તેઓના આ ગુણોનું અવલંબન કરે છે. હાય, ભયંકર તમોગુણની આવરણશક્તિ અત્યંત પ્રબળ છે.

Total Views: 230

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram