अथ ते सम्प्रवक्ष्यामि स्वरूपं परमात्मनः ।
यद्विज्ञाय नरो बन्धान्मुक्तः कैवल्यमश्नुते ।। 124 ।।

હવે હું તને પરમાત્માનું સ્વરૂપ કહું છું, જેને જાણી માણસ બંધનમાંથી છૂટી મોક્ષ પામે છે.

अस्ति कश्चित्स्वयं नित्यमहंप्रत्ययलम्बनः ।
अवस्थात्रयसाक्षी सन्पञ्चकोशविलक्षणः ।। 125 ।।

હું છું એવું જે જ્ઞાન થાય છે, એ જ્ઞાનનો નિત્ય આધાર પોતે જરૂર કોઈ છે, અને એ જ આત્મા છે. એ ત્રણેય અવસ્થા ( જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ) નો સાક્ષી છે અને પંચકોશથી ( અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ પાંચ કોશ છે.) જુદો છે.

यो विजानाति सकलं जाग्रत्स्वप्नसुषुप्तिषु ।
बुद्धितद्वृत्तिसद्भावमभावमहमित्ययम् ।। 126 ।।

જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ-એ ત્રણેય અવસ્થામાં આત્મા બુદ્ધિને, એની વૃત્તિઓને
તથા વૃત્તિઓના અભાવને આ ‘હું’ એમ જાણે છે.

Total Views: 345

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.