शरीरं सुरूपं सदा रोगमुक्तं
यशश्चारु चित्रं धनं मेरुतुल्यम् ।
गुरोरन्ध्रि-पद्मे मनश्चेन्न लग्नं
ततः किं ततः किं ततः किं ततः किम् ॥१।।

રોગ વગરનું સુંદર શરીર હોય, વિવિધ વિલક્ષણ કીર્તિ સાંપડી હોય, મેરુ વર્તન જેટલું ધન પણ મળ્યું હોય પણ જો ગુરુનાં ચરણ કમળોમાં ચિત્ત ચોટી ન શક્યું હોય તો એ બધાંથી તે વળી શું થવાનું હતું? શું થવાનું હતું ભલા? – ૧

कलत्रं धनं पुत्रपौत्रादिसर्वं
गृहं बान्धवा सर्वमेतद्धि जातम् ।
गुरोरन्ध्रि -पद्मे मनश्चेन्न लग्नं
ततः किं ततः किं ततः किं ततः किम् ।।२।।

સ્ત્રી, ધન, પુત્ર, પૌત્ર, વગેરે તથા ઘર, ભાઈભાંડુઓ, વગેરે બધું ભલેને આવી મળે, પણ જો ગુરુદેવનાં ચરણકમળોમાં ચિત્ત ન ચોટ્યું તો એ બધાંથી વળી શો લાભ? – ૨

षडंगादिवेदो मुखे शास्त्रविद्या
कवित्वं च गद्यं च पद्यं करोति ।
गुरोरन्ध्रि -पद्मे मनश्चेन्न लग्नं
ततः किं ततः किं ततः किं ततः किम् ॥३॥

છએ અંગો સહિત વેદ અને શાસ્ત્રની વિદ્યા કંઠસ્થ હોય, કવિત્વ હોય, ગદ્ય અને પદ્યની રચનામાં કૌશલ હોય છતાંય જો ગુરુનાં ચરણકમળોમાં મન ન લાગ્યું હોય તો તેથી તે વળી શો ફાયદો થવાનો હતો? -૩

विदेशेषु मान्यः स्वदेशेषु धन्यः
सदाचारवृत्तेषु मत्तो न चान्यः ।
गुरोरन्ध्रि -पद्मे मनश्चेन्न लग्नं
ततः किं ततः किं ततः किं ततः किम् ॥४॥

વિદેશોમાં માન મળતું હોય, પોતાના દેશમાં પણ જે કૃતાર્થ બન્યો હોય અને સદાચાર દાખવવામાં એના જેવો કોઈ પોષક ન હોય, તો પણ જો ગુરુદેવનાં ચરણકમળોમાં મન ન લાગ્યું હોય, તો તેથીય વળી શું? -૪

क्षमामण्डले भूपभूपालवृन्दैः
सदा सेवितं यस्य पादारविन्दम् ।
गुरोरन्ध्रि -पद्मे मनश्चेन्न लग्नं
ततः किं ततः किं ततः किं ततः किम् ॥५॥

આ ધરતી પર મોટામોટા રાજામહારાજાઓ પણ ભલેને એનાં ચરણકમળોની સેવા કરતા હોય, પણ જો એનું ચિત્ત ગુરુનાં ચરણકમળોમાં ચોટ્યું ન હોય તો તેથી શો લાભ થવાનો હતો? -૫

यशो मे गतं दिक्षु दानप्रतापा
ज्जगद्वस्तु सर्वं करे यत्प्रसादात् ।
गुरोरन्ध्रि -पद्मे मनश्चेन्न लग्नं
ततः किं ततः किं ततः किं ततः किम् ॥६॥

જેમની કૃપાથી દશે દિશાઓમાં મારો યશ ફેલાયો છે અને દાનપ્રતાપથી જગતની બધી વસ્તુઓ હાથમાં આવી ગઈ એવાં શ્રી ગુરુદેવનાં ચરણકમળોમાં ચિત્ત ન લાગ્યું હોય તો તો પછી વળી શું? કશું જ નહિ. -૬

न भोगे न योगे न वा वाजिमेधे
न कान्तासुखे नैव वित्तेषु चित्तम् ।
गुरोरन्ध्रि -पद्मे मनश्चेन्न लग्नं
ततः किं ततः किं ततः किं ततः किम् ॥७॥

ભોગમાં, યોગમાં કે અશ્વમેધ યજ્ઞમાં પ્રિયતમાના મુખમાં કે ધનમાં મારું મન નથી (હવે તો થાય છે કે) જો ગુરુનાં ચરણકમળોમાં ચિત્ત ન ચોટે તો તો પછી બીજું શું? કશું જ નહિ ને? -૭

अरण्ये न वा स्वस्य गेहे न कार्ये
न देहे मनो वर्तते मे त्वनर्ध्ये ।
गुरोरन्ध्रि -पद्मे मनश्चेन्न लग्नं
ततः किं ततः किं ततः किं ततः किम् ।।८।।

વનમાં કે પોતાના ઘરમાં કોઈ પણ કામમાં અથવા આ તુચ્છ દેહમાં પણ મારું મન હવે લાગતું નથી. થાય છે કે જો ગુરુનાં ચરણકમળમાં મન ન લાગે તો (જીવનમાં) શો લાભ? શો લાભ? -૮

गुरोरष्टकं यः पठेत् पुण्यदेही
यतिर्भूपतिर्ब्रह्मचारी च गेही ।
लभेद् वाञ्छितार्थ परब्रह्मसंज्ञं
गुरोरुक्तवाक्ये मनो यस्य लग्नम् ॥९॥

જે કોઈ પણ પવિત્ર શરીરવાળો યતિ, રાજ, બ્રહ્મચારી કે ગૃહસ્થ – જે કોઈ પણ – આ ગુર્વાષ્ટકનો પાઠ કરે, અને જેનું મન ગુરુના ઉપદેશમાં લાગેલું હશે, તો તે પરબ્રહ્મરૂપ વાંછિત લક્ષ્યને પામશે – ૯

Total Views: 171

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.