રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી

આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.

જગને ચોકચબૂતરે વેરી રામધણીની જુવાર,

તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;

ધર્માદા-ચણથી, પંખી ન ઉડાડીએ જી : રામની..

રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,

બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;

વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી : રામની..

રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,

સૌને વહેંચી ચાખવી આપણે રામનાં ફળની ચીર;

આપણાં ભેળાં સૌનાં ભાણાં માંડીએ જી : રામની…

– ઉશનસ્‌

Total Views: 224

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.