જા

(ગઝલ)

ના મસ્જિદ, ના મંદર જા;

જવું જ; તો તવ અંદર જા;

ક્યાં-ક્યાં ભટકીશ બ્રહ્માંડોમાં?

મૂળમાં, નિજની અંદર જા;

આંખ મીંચી જો, આવું બીજું

તુંમાં આભા મંડળ જા;

સ્વર્ગંગાઓ, ગ્રહનક્ષત્રો,

ભરચક સૂરજ-ચંદર; જા;

ઢૂંઢ ગુફા ના વગડે આઘે;

નિજમાં નિસ્તલ કંદર, જા;

સાત અશાં આકાશો અંદર,

આવા સાત સમંદર, જા;

લગાવ ડૂબકી, ખાબક તળિયે:

ના કાંઠે, ના બંદર જા;

નિષ્પલક, નિસ્તંદર જોજે:

પિયુ એ સૌથી સુંદર, જા.

– ઉશનસ્

Total Views: 261

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.