અમને શ્રીઠાકુરને મળવાનું સદ્ભાગ્ય તાજેતરમાં જ પ્રાપ્ત થયું હતું. પણ પ્રથમ દિવસથી જ તેમની અત્યંત આકર્ષક શિક્ષણશૈલીથી આકર્ષાયા હતા. જો કે એ વખતે એની પાછળનું કારણ સમજાયું ન હતું પણ હવે ધીમે ધીમે અમને એમની અદ્ભુત અનોખી શિક્ષણકળાનું જ્ઞાન થતું જાય છે. એમના શિક્ષણ કે ઉપદેશમાં વિદ્વત્તાનો દેખાવ કે ડોળ, તર્કબાજી કે સુંદર શબ્દોની હારમાળા જેવું કંઈ ન હતું. એમના શબ્દ પ્રયોગમાં પૂર્વયોજિત કૃત્રિમતા પણ ન હતી. ખોટી શબ્દાળુતાવાળા સૂત્રોને બદલે ઓછામાં ઓછા પણ ઉમદા વિચારોવાળી સૂત્રાત્મક વાત એમના ઉપદેશ કે શિક્ષણમાં જોવા મળે છે. શ્રીઠાકુર અભિવ્યક્ત કરેલા આદર્શોનું મૂર્તિમંત રૂપ હતા અને એમણે વાપરેલી ભાષા તરફ વધુ ધ્યાન આપતા એવો આભાસ અમને થયો નથી. જે કોઈએ એમને એક વખત પણ સાંભળ્યા હશે એને નોંધ લીધી હશે કે શ્રીઠાકુર શ્રોતાઓને પરિચિત હોય એવા દૈનંદિન જીવનના પ્રસંગો રજૂ કરીને તેઓ શબ્દોનાં ચિત્રોની હારમાળા રચી દેતા, એના દ્વારા આ બધા વિચારો સાંભળનારના ચિત્ત પર અંકિત થઈ જતા શ્રોતાઓ શંકામુક્ત બની જતા.

– સ્વામી સારદાનંદ
(Sri Ramakrishna as we saw Him, p.165)

Total Views: 96

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.