કોઈ એક સ્થળે માછીમારો માછલાં પકડતા હતા. એક સમળી નીચે ઊતરી આવી અને ઝાપટ મારી એક માછલી ઉપાડી ગઈ, માછલી જોઈને હજાર જેટલા કાગડા એ સમળીની પાછળ પડ્યા અને ‘કા, કા’ કરવા મંડ્યા. માછલી સાથે સમળી જે તરફ ઊડે તે તરફ કાગડાઓ પણ ઊડે. સમળી દખણાદી ગઈ તો કાગડા એની પાછળ એ દિશામાં ગયા. સમળી ઉત્તરમાં ગઈ તો કાગડા ત્યાં પણ પાછળ ગયા. સમળી પૂર્વ-પશ્ચિમમાં ગઈ તોયે પરિણામ એ જ. ગભરાટમાં સમળી આમતેમ ઊડવા લાગી તો, એના મોંમાંથી માછલી સરી પડી. કાગડાઓએ સમળીને પડતી મૂકી અને માછલીની પાછળ ઊડ્યા. આમ ઉપાધિમુક્ત થઈને, એક ઝાડની ડાળે બેસી સમળી વિચારવા લાગી, ‘પેલી દુષ્ટ માછલી જ મારી બધી પીડાનું મૂળ હતી. હવે એમાંથી હું મુક્ત થઈ ગઈ એટલે મને શાંતિ થઈ.’ સંસારની તૃષ્ણાઓ રૂપી માછલી મનુષ્ય પાસે છે ત્યાં સુધી, એણે કર્મો કરવાં પડે ને પરિણામે ચિંતા, ઉપાધિ અને અશાંતિનો ભોગ બનવું પડે. આ તૃષ્ણાઓનો એ ત્યાગ કરે તેવી જ તેની પ્રકૃતિઓ ખરી પડે અને એ આત્માની શાંતિ અનુભવે.

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.