એક સાધુ થોડા સમય માટે દક્ષિણેશ્વરના મંદિરના નોબતખાનાની ઉપરની ઓરડીમાં રહેતો હતો. એ કોઈની પણ સાથે બોલતો નહીં અને પોતાનો બધો સમય એ ધ્યાનમાં વ્યતીત કરતો. એક દહાડો અચાનક આકાશમાં કાળું વાદળ ચડી આવ્યું ને પછી તરત જ, જોરદાર પવન એ વાદળને ઘસડી ગયો. એટલે એ સાધુ પોતાની ઓરડીમાંથી બહાર આવ્યો અને નોબતખાનાની ઓસરીની આગળ આવી હસવા ને નાચવા લાગ્યો. એટલે મેં એને પૂછ્યું, ‘તમારી ઓરડીમાં બધો સમય તમે શાંતિમાં પસાર કરો છો તે આજે આટલા આનંદથી નાચો છો શા માટે?’ એ સાધુએ જવાબ આપ્યો, ‘જીવનને આવરી લેતી માયા આવી છે!’

આકાશ પ્રથમ ચોક્ખું છે, અચાનક એક વાદળું એને કાળું ભમ કરી દે છે અને વળી તરત જ, પાછું બધું પહેલાંના જેવું બની જાય છે.

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.