શબ સાધના કરતા એક મનુષ્ય વિશે એક કથા છે. એક ગાઢ જંગલમાં એ જગદંબાની આરાધના કરતો. આરંભમાં એને ઘણાં ભયંકર દર્શનો થતાં. આખરે એક વાઘે એની પર હુમલો કર્યો અને એને ખાઈ ગયો. ત્યાંથી પસાર થતો એક બીજો માણસ વાઘને આવતો જોઈ એક ઝાડ પર ચડી ગયો. પછી એ નીચે ઊતર્યો તો, પૂજન માટેની બધી સામગ્રી એણે તૈયાર જોઈ. શુદ્ધિકરણના કેટલાક વિધિ કરી એ શબ ઉપર બેઠો. એણે થોડો જપ કર્યો ત્યાં એની સમક્ષ જગદંબા પ્રગટ થયાં અને બોલ્યાં : ‘બેટા, તારી ઉપર હું ખૂબ પ્રસન્ન થઈ છું. વરદાન માગ.’ માતાને ચરણકમલે એણે પોતાનું મસ્તક નમાવ્યું અને કહ્યું : ‘મા, આપને એક પ્રશ્ન પૂછું? આપના કૃત્યથી મારી વાચા હરાઈ ગઈ છે. આપના પૂજન દ્વારા આપને પ્રસન્ન કરવા માટે પેલા મનુષ્યે ઘણા સમય સુધી ખૂબ પ્રયત્નો કર્યા. પરંતુ આપે એની ઉપર કૃપા નહીં કરી અને હું નથી તો પૂજાવિધિ જાણતો, નથી મારામાં ભક્તિ, જ્ઞાન કે પ્રેમ, નથી મેં કશું તપ કર્યું ને છતાં આપની આટલી કૃપા મેળવવાને હું ભાગ્યશાળી શી રીતે થયો?’ દેવીએ મંદહાસ્ય કરતાં કહ્યું : ‘બેટા, તું તારા પૂર્વજન્મોને જાણતો નથી. અનેક જન્મોજન્મ તારા તપ દ્વારા મને પ્રસન્ન કરવા તું પ્રયત્ન કરતો હતો. એ બધાં તપને કારણે તને આ બધી વસ્તુઓ સાંપડી અને તું મારું દર્શન પામ્યો છો. હવે મારી પાસેથી વરદાન માગ.’ પૂર્વજન્મોમાં પ્રાપ્ત કરેલી વૃત્તિઓના અસ્તિત્વનો સ્વીકાર કરવો જ જોઈએ.

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.